મોરબીમાં તૈયાર થયેલા આત્મનિર્ભર ભારત સોન્ગનું ધમાકેદાર લોન્ચિંગ, પાર્થિવ ગોહિલનો કંઠ લોકોના મન મોહશે

મોરબી : મોરબીના ઓબી ઇવેન્ટ દ્વારા તૈયાર કરાયેલા આત્મનિર્ભર ભારત સોન્ગનું યુટ્યુબમાં ધમાકેદાર લોન્ચિંગ થયું છે. આ સોન્ગમાં પાર્થિવ ગોહિલનો મધુર કંઠ લોકોના મન મોહી લેશે. આ સોન્ગ હાલ યુટ્યુબમાં નિહાળી શકાય છે. તો સોન્ગને મનભરીને માણો…

મોરબીના ઓબી ઇવેન્ટ દ્વારા હાલની સ્થિતિને ધ્યાને રાખી લોકોનો જુસ્સો વધારવા આત્મનિર્ભર ભારત સોન્ગ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ‘મોરબી અપડેટ’ મીડિયા પાર્ટનર રહ્યું છે. સોન્ગના પ્રોડયુસર પ્રશાંતભાઈ ગજ્જર છે. જેમાં અવાજ ખ્યાતનામ ગાયક પાર્થિવ ગોહિલે આપ્યો છે. આ સોન્ગના લિરિકસ શૈલેષભાઇ રાવલે આપ્યા છે. વીડિયો મેહુલ ડિજિટલ સ્ટુડિયો, ઓડિયો મિક્સિંગ રવિ વ્યાસે કર્યું છે. સોન્ગમાં હિરેન હરિયાણીનો સહયોગ પ્રાપ્ત થયો છે.