વઘાસીયા નજીક શ્વાન આડું આવતા વાહન પર સવાર વૃદ્ધ પડી જતા ઈજાગ્રસ્ત

- text


વાંકાનેર : વાંકાનેરમાં વઘાસીયાથી રાણેકપર જતા રોડ પરથી જતા કૂતરું આડે આવવાથી વાહનને બ્રેક મારતાં પાછળ બેઠેલા વૃદ્ધ ગબડી જવાથી તેને ઇજા પહોંચી છે.

- text

ગઈકાલે તા. 2ના રોજ વાંકાનેર તાલુકામાં વઘાસીયા ગામમાં રહેતા શાંતુભા ખુમાનસીહ ઝાલા અને અમરશીભાઈ માલાભાઈ સરાવાડીયા (ઉ.વ.૬૦, ધંધો મજુરી) શાંતુભાનું એકટીવા મોટર સાયકલ નં. GJ-36-H-2965 ચલાવી વઘાસીયાથી રાણેકપર જતા રોડ પરથી પસાર થતા હતા. તે દરમિયાન વાહન આડે શ્વાન આવતા શ્વાનને બચાવવા જતા તેઓએ એક્ટીવાને બ્રેક મારી હતી. તેથી, વાહન પર પાછળની સીટ પર બેસેલા અમરશીભાઈ ફંગોળાઇ રોડ પર પડી ગયા હતા. તેઓને જમણા પગે થાપા તથા જમણા હાથના કાંડાના ભાગે ફેકચર તેમજ મુંઢ ઇજા થઇ હતી. આ બનાવની નોંધ સીટી પોલીસે કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text