ભારે પવનના કારણે અણિયારી ટોલનાકાને નુકસાન, થોડી વાર માટે વાહન વ્યવહાર થંભી ગયો

મોરબી : માળિયા- હળવદ હાઇવે ઉપર આવેલ અણિયારી ટોલનાકાને ભારે પવનના કારણે નુકશાન થયું છે. ઉપરના ભાગેથી છાપરા નીચે પડી ગયા હતા. જો કે સદનસીબે કોઈ દુર્ઘટના ન ઘટી હતી. પરંતુ રોડ બ્લોક થઈ ગયો હતો. બાદમાં ટોલનાકાના સ્ટાફની જહેમતથી થોડા સમય પછી વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો.