હળવદ માર્કેટયાર્ડ ગુરૂવારે બંધ રહેશે : ચણાની ખરીદી બે દિવસ બંધ કરવામાં આવી

વાતાવરણમાં આવેલા પલટાને લઇ લેવાયો નિર્ણય

હળવદ: વાતાવરણમાં આવેલ પલટાને લઈ હળવદ માર્કેટ યાર્ડ ગુરૂવારના રોજ એક દિવસ બંધ રાખવામાં આવનાર છે જ્યારે હળવદ યાર્ડ ખાતે ગુજકોમાસોલ દ્વારા ટેકાના ભાવે કરાતી ચણા ની ખરીદી બે દિવસ એટલે કે તારીખ 4 અને 5 ના બંધ રહેશે જેની સર્વે ખેડૂતોએ નોંધ લેવી

હળવદમાં આજે જોરદાર પવન સાથે વરસાદની એન્ટ્રી થઈ છે જેને કારણે હળવદ માર્કેટ યાર્ડ દ્વારા વાતાવરણમાં આવેલા પલટાને લઈ આવતીકાલે ગુરૂવારે એક દિવસ બંધ રહેનાર હોવાનું જાણવા મળ્યું છે જેથી રજીસ્ટ્રેશન કરાયેલા ખેડૂતોએ તેની ખાસ નોંધ લેવા યાર્ડ દ્વારા જણાવ્યું છે જ્યારે માર્કેટયાર્ડ હળવદ ખાતે ચાલતી ટેકાના ભાવે ચણા ની ખરીદી પણ બે દિવસ એટલેકે તારીખ 4 અને 5 ના રોજ બંધ રાખવામાં આવી છે