મોરબીમાં ટ્રાફિકનું ભારણ ઘટાડવા પ્રાયોગિક ધોરણે કેનાલ રોડ વનવે જાહેર

- text


હાલ પ્રાયોગિક ધોરણે વનવે લાગુ કર્યા બાદ જાહેરનામું પ્રસિદ્ધ થશે : એસપી

મોરબી : મોરબીના રવાપર કેનાલ રોડ ઉપર ટ્રાફિકજામની ગંભીર સમસ્યા છે. આથી, ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે મોરબી પોલીસ દ્વારા છેલ્લા થોડા દિવસો પહેલા હાલના તબક્કે પ્રાયોગિક ધોરણે રવાપર કેનાલ રોડને વનવે જાહેર કરીને તેનું અમલીકરણ કરવામાં આવ્યું છે. જોકે કેનાલ રોડ ઉપર આવન જાવનના અલગ રૂટ નિર્ધારિત કરીને વનવે અંગે આગામી સમયના વિધિવત જાહેરનામું પ્રસિદ્ધ કરાશે તેવું એસપી જણાવ્યું હતું.

મોરબીની ભાગોળે આવેલ કેનાલ રોડમાં દલવાડી સર્કલથી બાયપાસ સુધી અવવા માટેનો પાકો રસ્તો છે ત્યાથી છેક રવાપર ચોકડી સુધીના રસ્તાને સિંગલ માર્ગ કરવામાં આવ્યો છે. ઉપરાંત રવાપર ચોકડીથી કાચો રસ્તો જે અવની ચોકડી તરફ ફટાઈ છે. તે સીધો રસ્તો જવા માટે નિયત કરવામાં આવ્યો છે. ત્યાંથી દલવાડી સર્કલ સુધી સરળતાથી ટ્રાફિક વિના પસાર થઈ શકાય તે માટે આ બન્ને માર્ગોને અલગ અલગ રીતે આવન જાવનને નિર્ધારિત કરી દેવામાં આવ્યા છે. જોકે રવાપર ચોકડી પાસે અને ઉમિયા સર્કલ પાસે સીરામીક ઉધોગો સાથે સંકળાયેલા લોકો વાહનો લઈને પસાર થતા હોય પણ અહીં ટ્રાફિકજમ થતો હોવાથી પસાર થવામાં ભારે મુશ્કેલી સર્જાઈ છે. જેથી, વાહન ચાલકોને ટ્રાફિકજામમાં મુશ્કેલી ન પડે તે માટે આજે કેનાલ રોડને વનવે કરવામાં આવ્યો છે. પરંતુ વનવે જાહેર થયેલા રવાપર ચોકડીથી દલવાડી સર્કલ સુઘીનો રસ્તો કાચો છે. ત્યાં ઘણા એપાર્ટમેન્ટ આવેલા છે. આ કાચા રસ્તો સાંકડો હોવાથી મોટા વાહનો ફસાઈ જાય છે.

- text

કાચા માર્ગ ઉપર આગામી ચોમાસામાં વરસાદથી ગંભીર પરિસ્થિતિ થવાની પણ ભીતિ છે. એથી વાહનો ત્યાંથી નીકળી નહિ શકે. ચોમાસામાં વાહન ચાલકોને હાલાકી પડશે. જોકે આ અંગે એસપી કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે પ્રાયોગિક ધોરણે અવરજવરના માર્ગો અલગ અલગ કરાયા છે. પછી વિધિવત જાહેરનામું પ્રસિધ્ધ કરશે. જ્યારે આવનારા સમયમાં ત્યાં રોડ પણ બનશે. દલવાડી સર્કલથી અને લીલાપર રોડ ઉપરથી ભારે વાહનોને બંધ કરી દેવાયા છે.

- text