મોરબી જિલ્લામાં અંદાજે 500 હેકટર વિસ્તારમાં આગોતરું વાવેતર થયું

- text


ખેડૂતો દ્વારા 450 હેકટર વિસ્તારમાં મગફળી, 50 હેકટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરાયું

મોરબી : ચોમાસુ નજીક આવી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લામાં ખેડુતો ચોમાસા પહેલા આગોતરું વાવેતર કરી શકે તે માટે તેમને સિંચાઇની સુવિધાઓ આપવાની માંગ ઉઠી હતી અને કેનાલ મારફત ખેડૂતો માટે સિંચાઈનું પાણી છોડવાની ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી હતી. જેના પગલે કેનલોમાં પાણી છોડવામાં આવ્યું છે અને મોરબી જિલ્લામાં જે જે ખેડૂતોને કેનાલ મારફત પાણીની સુવિધા મળી છે તેવા ખેડૂતોએ આગોતરું વાવેતર શરૂ કર્યું છે.

- text

મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અને હળવદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોને કેનાલ મારફતે પાણીની સુવિધાઓ આપવામાં આવી હોય આ ખેડૂતોએ ચોમાસા પહેલા આગોતરું વાવેતર શરૂ કરી દીધું છે. આ ગામોમાં છેલ્લા કેટલાક દિવસોથી કેનાલ મારફતે સૌની યોજનાનું પાણી પૂરું પાડવામાં આવ્યું છે. આથી, ખેડૂતોએ આગોતરું વાવેતર શરૂ કરી દેતા અત્યાર સુધીમાં અંદાજે 500 હેકટરમાં આગોતરું વાવેતર થયું છે. જેમાં 500 હેકટરમાંથી 450 હેકટર વિસ્તારમાં મગફળી, 50 હેકટર વિસ્તારમાં કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ચોમાસામાં ખરીફ પાક માટે જિલ્લામાં કુલ 3 લાખ 25 હજાર હેકટર વાવેતર વિસ્તાર છે. ત્યારે 15 જૂન સુધીમાં મોટાભાગનું વાવેતર થઈ જવાની શક્યતા છે.

- text