મોરબીના નવા ડીડીઓ તરીકે પરાગ ભગદેવે વિધિવત ચાર્જ સંભાળ્યો

મોરબી : મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ.ખટાણા થોડા દિવસો પહેલા સેવા નિવૃત થયા હતા. ત્યારે તેમની જગ્યાએ અમદાવાદના એડિશનલ કલેકટર પરાગ ભગદેવની મોરબી જિલ્લાના નવા ડીડીઓ તરીકે નિમણુંક કરવામાં આવી છે. આજે મોરબી જિલ્લાના નવા ડીડીઓ તરીકે તેમણે વિધિવત ચાર્જ સંભાળ્યો છે. તેથી, જિલ્લા પંચાયત પ્રમુખ સાહિતનાએ અધિકારીઓ અને પદાધિકારીઓએ તેમને આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.