મોરબી : મંગળવારે એક શંકાસ્પદ દર્દી સહિત 76 લોકોના સેમ્પલ લેવાયા

વાંકાનેરના તિથવા ગામની એક મહિનાની બળકીમાં શંકાસ્પદ લક્ષણો જણાયા

મોરબી : મોરબી જિલ્લામાં આજે મંગળવારે એક શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દી સહિત કુલ 76 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.

વાંકાનેરના તિથવા ગામની એક મહિનાની બાળકીમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી તેના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આજે મંગળવારે મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં 75 લોકોના રૂટિન સ્ક્રીનીંગ હેઠળ કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. આમ આજે કુલ 76 લોકોના સેમ્પલ લેવાયા છે. જેનો રિપોર્ટ કાલે બુધવારે આવશે.