મોરબીના માર્કેટ યાર્ડમાં ઘઉંની સાથે તલ, એરંડા સહિતની જણસીઓની હરાજીનો ધમધમાટ

- text


રાજસ્થાનથી મોટાભાગના મજૂરો પરત ફરતા માર્કેટ યાર્ડ રાબેતા મુજબ ચાલુ : જણસીઓની ખરીદી શરૂ થતાં ખેડૂતોને રાહત

મોરબી : મોરબીનું માર્કેટીંગ યાર્ડમાં તમામ જણસીઓની ખરીદી પૂર્વવર્ત થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને ખાસ કરીને મોરબીના માર્કેટીંગ યાર્ડમાં ઘઉંની સાથે તલ, એરંડા સહિતની જણસીઓની ખરીદી કરવામાં આવી રહી છે. જેમાં ખેડૂતો અને વેપારીઓ જણસીઓની ખરીદીના ભાવતાલ નક્કી કરીને રાબેતા મુજબની કામગીરીમાં વળગ્યાં છે.

- text

મોરબી જિલ્લામાં ત્રણ તબક્કાના લોકડાઉન બાદ ચોથા તબક્કામાં માર્કેટીંગ યાર્ડમાં હરરાજીની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે ત્યારે મજૂરોની અછત હોવાથી એક માત્ર ઘઉંની જ હરરાજી કરવામાં આવતી હતી. મોરબીના માર્કેટીંગ યાર્ડમાં મોટાભાગના રાજસ્થાનના શ્રમિકો કામ કરે છે પણ લોકડાઉનની શરૂઆતમાં રાજસ્થાનના મોટાભાગના શ્રમિકો તેમના વતન ગયા હોવાથી અગાઉ લોકડાઉનમાં સરકારે છૂટ આપ્યા બાદ પણ મજૂરોને અભાવે માર્કેટીંગ યાર્ડ મોડું ચાલુ થઈ શક્યું હતું. ત્યારબાદ ચોથા લોકડાઉનમાં માર્કેટીંગ યાર્ડ સ્થાનિક મજૂરીની મદદથી ચાલુ થઈ શક્યું હતું. આથી, ઘઉંની એક જ જણસીની ખરીદી કરવામાં આવતી હતી ત્યારે હવે રાજસ્થાનથી મોટાભાગના શ્રમિકો વતનથી પરત ફર્યા છે અને માર્કેટીંગ યાર્ડમાં રાબેતા મુજબ મજૂરી કામે લાગ્યા છે. આથી, માર્કેટીંગ યાર્ડમાં ઘઉંથી સાથે તલ, એરંડા સહિતના પાકોની ખરીદી છેલ્લા પાંચ દિવસથી થઈ રહી છે. હવે માર્કેટીંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીઓની રાબેતા મુજબ હરરાજી શરૂ થઈ ગઈ છે. જેથી, ચોમાસા પહેલા ઘરમાં પડેલી જણસીનો નિકાલ માટે ખેડૂતોને રાહત થઈ છે.

- text