ટંકારામા ટેકાના ભાવે ચણાની ખરીદી એક અઠવાડિયુ પણ ન ચાલી !!

- text


3658 ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ, 272નો વારો આવ્યો : એક ખેડૂત દોઢ હેક્ટરના વધુને વધુ 27 મણ જ ચણા વેચી શકે તેવા ફતવાથી ખેડૂતોમાં રોષ

ટંકારા : કોરોનાના કહેર વચ્ચે જગતાતની જણસો પાણીના ભાવે ન વેચાય એટલે સરકારે ટેકાના ભાવથી ટંકારાના ગોડાઉનમાં ગુજકોમાસોલ સાથે ટંકારા સેવા સહકારી મંડળી દ્વારા ચણાની ખરીદી 18/5 /2020 સુધી ચાલુ કરી હતી. પરંતુ આ કેન્દ્ર એક અઠવાડિયા સુધી પણ ચાલુ રહ્યું ન હોય ક્રુષિ ખેડુત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા નવો ફતવો બહાર પાડી એક ખેડૂત તેના ખેતરનો દોઢ હેકટરનો વધુને વધુ 27 મણ ચણા વેચી શકેના નિયમથી ખેડૂતોમા ભારોભાર રોષ ફેલાયો છે અને ટંકારા કોગેસના પ્રમુખ ભુપત ગોધાણીએ સરકારે જગતતાતની ઠઠામશકરી કરી હોવાના ચાબખા જીકયા છે.

- text

બીજી તરફ ધરતી પુત્રોના જણાવ્યા મુજબ પૈસાની જરૂર છે અને ઉત્પાદનના 27 મણ વેચવા કેન્દ્રમા જવાનુ તો બાકીની જણસનુ શુ કરવાનુ ? જોકે રાજકોટ સાંસદ કુડારીયાનો સંપર્ક સાધ્યો તો એવુ કહ્યું કે પ્રયાસ ચાલુ છે. એની સરકારમા પણ પ્રયાસ કરવા પડે ? ગજબ છે. પાછુ વરસાદ પહેલા કાઈ થાશે કે નહી એ કાઈ કહી ન શકાઈ પરંતુ એક વાત સ્પષ્ટ છે કે કહેવાતો અન્ન નો માલિક. હાલ બેહાલ બન્યો છે.

- text