ટંકારા તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણૂક કરાશે

- text


ઉમેદવારોને આગામી 6 જુન, 2020 સુધીમાં અરજી મોકલી આપવા સુચના

મોરબી : મોરબી જીલ્લાના ટંકારા તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારએ નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂંક કરવાની થાય છે. જેમાં સંચાલક તરીકે ૫૭, રસોઇયા તરીકે ૫૭ અને મદદનીશ તરીકે ૫૭ જગ્યાનો સમાવેશ થાય છે.

ઉમેદવારોની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ. પ્રથમ પ્રયત્ન કરવા છતા એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ -૭ પાસની છુટછાટ આપવામાં આવશે, જ્યારે રસોયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણીક લાયકાત નક્કી કરવામાં આવેલ નથી પરંતુ તંદુરસ્તી સારી હોવી જોઈએ કોઈપણ રોગની દવા ચાલુ ન હોવી જોઈએ. તેમજ મહિલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે. ટંકારા મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા.૦૬-૦૬-૨૦૨૦ સુધીમાં મોકલી આપવાનું રહેશે.

- text

ઉમેદવાર સ્થાનિક સંસ્થા, પંચાયતમાં ચૂંટાયેલા, હોદો ધરાવતા હોય કે રાજય સરકાર પાસેથી અનુદાન મેળવતી સંસ્થા હેઠળ નોકરી કરતા હોય અથવા માનદ વેતન મેળવતા હોય કે સસ્તા અનાજની દુકાન ધારણ કરતા હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહિ, કેન્દ્ર રાજય સરકારના જાહેર સાહસ હેઠળ ફરજ બજાવતી વ્યકિત અરજી કરી શકશે નહિ, અનાજ દળવાની ઘંટી ચલાવતી વ્યકિત અરજી કરી શકશે નહિ, હોમગાર્ડ ગૃહ રક્ષકદળના સભ્ય હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહિ, અગાઉ સરકારી સેવામાંથી નિવૃત થયેલ હોય કે બરતરફ થયેલ હોય તેવી વ્યકિત અરજી કરી શકશે નહિ, રાજય સરકાર કે કેન્દ્ર સરકાર તથા રાજય કે કેન્દ્ર સરકારના તાબાના જાહેર સાહસ હેઠળ કે પંચાયત હેઠળ કે આંગણવાડીની નોકરી કરતા કર્મચારી, કર્મચારીઓના પતિ, પત્ની, પુત્ર, પુત્રી કે જે તેઓના આશ્રિત હોય તે અરજી કરી શકશે નહિ, શાકભાજી, મરીમસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતા હોય વ્યકિત અથવા કોઇપણ જગ્યાએ માનદ વેતન મેળવતી વ્યકિત અરજી કરી શકશે નહિ. અગાઉ મધ્યાહન ભોજન યોજના કેન્દ્રોમાં ફરજ બજાવેલ હોય અને ગંભીર ગેરરીતીઓ સબબ છુટા કરેલ હોય તેવી વ્યક્તિઓ અરજી કરી શકશે નહી જે ઉમેદવારને ઇન્ટરવ્યુંમાં બોલાવવામાં આવે તે ઉમેદવારે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ રજુ કરેલ અભ્યાસ તથા ઉમર અંગેના આધારો સાથે લાવવાનાં રહેશે. વધુ જાણકારી માટે મામલતદાર કચેરી ટંકારા નો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ મામલતદાર ટંકારાની યાદીમાં જણાવ્યું છે.

- text