મોરબીમાં આઠથી દસ પાન-માવાની એજન્સીઓમાં રાજકોટ જીએસટી ટીમના દરોડા

- text


મોરબી : મોરબીમાં આજે પાન-માવાની એજન્સીઓની દુકાનો-ગોડાઉનમાં રાજકોટ જીએસટી ટીમે દોરડા પડયા હોવાનું જાણવા મળ્યું છે.આઠથી. દસ જેટલા પના-માવાના હોલસેલરોને ત્યાં આજે રાજકોટ જીએસટની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને આ દોરડાની કાર્યવાહી હાલ ચાલુ છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ,મોરબીમાં લોકડાઉન-4 માં પાન-માવા,બીડી,સિગારેટ સહિતની ચીજવસ્તુઓની દુકાનો ખોલવાની છૂટ આપ્યા બાદ લોકડાઉન-5 માં પણ પાન,-માવાની સ્થિતિ રાબેતા મુજબ થઈ નથી.પાન-મવાના હોલસેલના મોટા વેપારીઓ મળતીયા મારફત કાળા બજાર કરતા હોવાની પણ વ્યાપક ફરિયાદ ઉઠી હતી અને હોલસેલરો માલના કાળા બજાર માટે છૂટક પાન-માવાના નાના ગલ્લા અને દુકાનોના ધંધાર્થીઓ માલ ન આપતા હોવાની બુમરાણ ઉઠી હતી અને માલ ન મળવાથી હજુ પણ ઘણી દુકાનો-ગલ્લા ચાલુ થયા નથી.આ પ્રકારની વ્યાપક ફરિયાદના આધારે આજે રાજકોટ જીએસટીની ટીમ દ્વારા પાન-માવાના હોલસેલરોને ત્યાં દોરડા પાડવામાં આવ્યા છે અને આ કાર્યવાહી હાલ ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

- text