મોરબી : રવિવારે લવાયેલા 60 સેમ્પલમાંથી 2 રિજેક્ટ, 58ના રિપોર્ટ નેગેટિવ

- text


શંકાસ્પદ લક્ષણો ધરાવતા રાજપર(કુતાસી) ગામના 25 વર્ષના યુવાન અને મોરબી શહેરના 88 વર્ષના વૃધ્ધનો રિપોર્ટ પણ નેગેટિવ

મોરબી : મોરબી જિલ્લામાં રવિવારે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બે વ્યક્તિ સહિત કુલ 60 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 2 સેમ્પલ રિજેક્ટ થયા હતા. જ્યારે શંકાસ્પદ દર્દી સહિત 58ના રિપોર્ટ નેગેટિવ જાહેર થતા તંત્રએ રાહતનો દમ લીધો છે.

- text

ગઈ કાલે રવિવારે મોરબીના રાજપર(કુતાસી) ગામના 25 વર્ષના યુવાન અને મોરબી શહેરમાં રહેતા 88 વર્ષના વૃધ્ધમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં રવિવારે 58 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા હતા. આમ રવિવારે કુલ 60 લોકોના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલાયા હતા. જેમનો રિપોર્ટ આજે જાહેર થયો હતો. જેમાં ગઈ કાલના 60 માંથી 2 સેમ્પલ રિજેક્ટ થયા હતા. જ્યારે શંકાસ્પદ દર્દી સહિત 58 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

- text