એવિએશન, હોસ્પીટાલીટી તથા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવી છે? તો વાંચો આ આર્ટિકલ

મોરબીમાં એરોસ્ટાર જેટ ટ્રેનિંગ એકેડમી કાર્યરત : જ્યાં વિદ્યાર્થીઓને અપાશે બેસ્ટ ટ્રેનિંગ

( પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : એવિએશન, હોસ્પીટાલીટી અને ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ક્ષેત્રે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે હવે મોરબીમાં એરોસ્ટાર જેટ ટ્રેનિંગ એકેડમી કાર્યરત છે. જ્યાં વિદ્યાર્થીઓને ટ્રેનિંગ આપીને ઇન્ટરવ્યૂ ક્લિયર કરાવવામાં મદદ કરવામાં આવશે. તો આજે જ એક વખત એકેડમીની મુલાકાત જરૂર લ્યો…

એરોસ્ટાર એવિએશન એકેડમી એ એરોસ્ટાર જેટ ટ્રેનિંગ એકેડમી પ્રાઇવેટ લિમિટેડનું જ એક સાહસ છે. જે જુદા જુદા વિષયોમાં વોકેશનલ ટ્રેનિંગ પુરી પાડે છે. જેમાં એવિએશન, હોસ્પીટાલીટી, ટુર્સ એન્ડ ટ્રાવેલ્સનો સમાવેશ થાય છે. એકેડમી ઉચ્ચ ગુણવતાની તાલીમ આપવામાં વર્ષોથી કાર્યરત હોય વિદ્યાર્થીઓને આંતરદેશીય તથા આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ, એરપોર્ટ, 3 સ્ટારથી 7 સ્ટાર કક્ષાની હોટેલો તથા ટુર્સ- ટ્રાવેલ્સ ક્ષેત્રમાં નોકરી આપવામાં મદદરૂપ થાય છે.

એકેડમી એક મજબૂત શિક્ષણ પદ્ધતિને અનુસરે છે. જે અલગ અલગ ક્ષેત્રોના નિષ્ણાંતો દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. અને બદલાતા ઉદ્યોગના વલણને ધ્યાનમાં રાખીને સતત અપગ્રેડ કરવામાં આવે છે.

છેલ્લા 12 વર્ષની મહેનતથી આજે ગુજરાત અને કર્ણાટકના મોટા શહેરોમાં એકેડમીના ટ્રેનિંગ સેન્ટરો વિદ્યાર્થીઓને સતત ટ્રેનિંગ અપાવી અને નોકરી સુધી પહોંચાડે છે.

આ એકેડમિમાં સ્થાનિક, આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ અને એરપોર્ટ માટે નિયમિત કેમ્પસ ઇન્ટરવ્યૂ ગોઠવાતા હોવાથી ,સૌથી વધુ વિદ્યાર્થીઓને નોકરી અપાવવાના કારણે એવોર્ડ મળેલા છે. તેના નિષ્ઠાવાન અને સાહસિક પ્રયાસોની સાચી પ્રસંશા તે વિદ્યાર્થીઓ છે. જેમને મુંબઈ, અમદાવાદ, બેંગ્લોર જેવા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નોકરી મળેલ છે.

આ એકેડમીનું ટ્રેનિંગ સેન્ટર મોરબી શહેરમાં પણ કાર્યરત થઈ ગયેલ છે. જેની બેચ ટૂંક સમયમાં જ ચાલુ થવા જઈ રહી છે. તો તેમાં એડમિશન મેળવવા માટે એરોસ્ટાર જેટ એર એકેડમી, ત્રીજો માળ, ભાનું પ્લાઝા, શનાળા રોડ, મોરબી ખાતે મો.નં. 7575041000 ઉપર સંપર્ક કરવો. વધુ વિગત માટે વેબસાઈટ www.aerostarjet.in ઉપર જવા એક યાદીમાં જણાવાયું છે.