મોરબી જિલ્લાના એક જજની બદલી, બે જજ નવા મુકાયા : ત્રણની આંતરિક બદલી

 

મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેરના જજની ડીસા ખાતે બદલી કરવામાં આવી છે. જ્યારે સામે છોટાઉદેપુર અને કલોલથી એક જજને મોરબી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. આ સાથે જિલ્લાના ત્રણ જજોની આંતરિક બદલી પણ કરવામાં આવી છે.

વાંકાનેરના પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ ભરતકુમાર પરમારને ડીસામાં સીનીયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે મુકવામાં આવ્યા છે. જ્યારે છોટા ઉદેપુરના પ્રિન્સિપાલ સિનિયર સિવીલ જજ સનત પંચાલને મોરબીમાં સેકન્ડ એડિશનલ સીનીયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે મુકવામાં આવ્યા છે.
કલોલના સિનિયર સિવિલ જજ એન્ડ એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમિત રાણાને વાંકાનેરમાં પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ એન્ડ એડીશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે મુકવામાં આવ્યા છે.

બીજી બાજુ મોરબીના ત્રણ જજોની આંતરિક બદલી થઈ છે. જેમાં સેકન્ડ એડિશનલ સીનીયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પરેશ નાયકને થર્ડ એડિશનલ સીનીયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે જયારે થર્ડ એડિશનલ સીનીયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ રાજેશ કાલોતરાને ફોર્થ એડિશનલ સીનીયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે અને ફોર્થ એડિશનલ સીનીયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ વંદના પરદેશીને ફિફ્થ એડિશનલ સીનીયર સિવિલ જજ એન્ડ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકે મુકવામાં આવ્યા છે.