મોરબી : બે શંકાસ્પદ સહિત 60 લોકોના રવિવારે સેમ્પલ લેવાયા

 

રાજપર(કુતાસી) ગામના 25 વર્ષના યુવાન અને મોરબીના 88 વર્ષના વૃધ્ધમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા

મોરબી : મોરબી જિલ્લામાં રવિવારે કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતા બે વ્યક્તિ સહિત કુલ 60 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમનો રિપોર્ટ કાલે સોમવારે આવશે.

મોરબીના રાજપર(કુતાસી) ગામના 25 વર્ષના યુવાન અને મોરબી શહેરમાં રહેતા 88 વર્ષના વૃધ્ધમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને મોરબી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેમના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત મોરબી જિલ્લાની જુદી જુદી સરકારી હોસ્પિટલમાં આજે રવિવારે 58 લોકોના સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. આમ આજે રવિવારે કુલ 60 લોકોના સેમ્પલ લઈ કોરોના ટેસ્ટ માટે મોકલાયા છે. જેમનો રિપોર્ટ સોમવારે આવશે.