માંડવીમાં પત્રકાર પર થયેલા હુમલાના વિરોધમાં મોરબીના પત્રકારો દ્વારા કલેક્ટરને આવેદન

- text


મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા પણ વિરોધ

મોરબી : કચ્છ જિલ્લાના માંડવીમાં એક પત્રકાર પર થયેલા હુમલા અંગે વિરોધ દર્શાવવા મોરબી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક્સ મીડિયાના પત્રકારો દ્વારા જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.

આ આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરમાં કચ્છના માંડવીના ભીડ બજારમાં છેલ્લા 14 વર્ષથી દિવ્ય ભાસ્કર પેપરના માંડવીના પ્રતિનિધિ તરીકે કાર્યરત સુરેશભાઈ ગોસ્વામી પર ઍડવોકેટ ખેરાજ એન. રાગ અને અન્ય બે ઇસમોએ કુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બનાવને મોરબી જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનીક્સ મીડિયાના પત્રકારોએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવેલ છે.

વધુમાં, જણાવાયું છે કે અમારા વિરુદ્ધ લખે છે કહીને હુમલો કરવામાં આવે તો તે પત્રકારિત્વની આલમ પર મોટી તરાપ છે. અને લોકશાહીના ચોથા સ્તંભ એવા પત્રકારની કલમને રોકવાનો હીન પ્રયાસ છે. જેથી, હુમલો કરનાર સામે તાત્કાલિક કાયદેસરની કડક કાર્યવાહી કરી ભવિષ્યમાં આવા બનાવો ના બને તે અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે. અગાઉ રાજકોટના પત્રકાર પર પરપ્રાંતીય ઇસમોના ટોળાએ હુમલો કર્યો હતો અને પત્રકાર પર હુમલાના બનાવ અવારનવાર બને છે. જે રોકવા નક્કર પગલા ભરવાની માંગ કરાઈ છે.

- text

આ ઉપરાંત, મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ સહિતના સમાજના સંગઠનો તથા સમસ્ત દશનામ ગોસ્વામી સમાજે પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી પર થયેલ હુમલાની ઘટનાને વખોડી કાઢી ગોસ્વામી સમાજનો વિરોધ નોંધાવ્યો હતો.

- text