રંગપર નજીક કારખાનામાં ક્વાટરની છત પરથી પડી જતા મજૂરનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના રંગપર પાસે આવેલ કારખાનાના લેબર ક્વાર્ટરની છત પરથી પડી જતા મજૂરનું મોત નીપજ્યું હતું.

- text

પ્રાપ્ત વિગત મુજબ ગઈકાલે મોડી રાત્રે અઢી વાગ્યા આસપાસ મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામમાં આવેલ સ્વીડ સિરામિક કારખાનામાં મજૂરી કામ કરતો 26 વર્ષીય ચિંતન મેઘરાય માંડી લેબર કવાટરની છત પરથી પડી જતા તેનું મોત નિપજયુ હતુ. મૃતકના મૃતદેહને પીએમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવની તાલુકા પોલીસે નોંધ કરી તપાસ હાથ ધરી છે.

- text