ઉદયપુરમાં કોરોનાના દર્દીઓની સારવાર કરતા મોરબીના વતની ડો. ત્રિગુણા રૂપાલા

- text


મોરબી : કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધતા જાય છે. વધતા જતા કેસોની સાથે ઘણા કોરોનાના દર્દીઓ સ્વસ્થ પણ થઇ રહ્યા છે. જેની પાછળનું એક કારણ કોરોનાના દર્દીઓની ઈલાજ માટે મેડિકલ સ્ટાફ રાત-દિવસ નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહ્યા હોવાનું પણ છે. ત્યારે મોરબીના વતની ડો. ત્રિગુણા રૂપાલા પણ કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

- text

મૂળ નાની વાવડીના વતની, હાલ મોરબી નિવાસી જયંતીલાલ રૂપાલા અને પ્રભાબેન રૂપાલાની પુત્રી ડો. ત્રિગુણા રૂપાલા હાલ ઉદયપુરમાં કોરોના કહેર વચ્ચે કોરોનાના દર્દીઓની નિષ્ઠાપૂર્વક સારવાર કરી રહ્યા છે.આથી, પરિવારજનો ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે. તેમજ તેઓના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરેલ છે. ઉલ્લેખનીય છે કે ડો. ત્રિગુણાએ સુરેન્દ્રનગરમાં આવેલ સી. વી. શાહ કોલેજમાં MBBSની ડિગ્રી લીધેલ છે. તેમજ હાલ ઉદયપુરની ગીતાંજલિ મેડિકલ હોસ્પિટલમાં આગળનો અભ્યાસ કરી રહ્યા છે.

- text