મોરબી જીલ્લા ભાજપ દ્વારા ડિજિટલ સંપર્ક સહિતના કાર્યક્રમોનું આયોજન

- text


મોદી સરકારની બીજી ટર્મના આજે એક વર્ષ પુર્ણ થતા સરકારની વિવિધ યોજનાઓની માહિતી જનજન સુધી પહોંચાડાશે

મોરબી : મોદી સરકારની બીજી ટર્મના આજે એક વર્ષ પુર્ણ થવા પર ‘ડિજિટલ સંપર્ક, વર્ચ્યુયલ સંવાદ’ સહિતના વિવિધ કાર્યક્રમ થકી કાર્યકર્તાઓને સક્રિય કરવા અને લોકોનો સંપર્ક કરવાનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મોરબી જીલ્લા ભાજપ દ્વારા ડિજિટલ સંપર્ક સહિતના કાર્યક્રમોનું આયોજન આવ્યું છે.

- text

મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાએ જણાવ્યું હતું કે મોદી સરકારની બીજી ટર્મના એક વર્ષ પુર્ણ થવા પર ‘ડિજિટલ સંપર્ક, વર્ચ્યુયલ સંવાદ’ સહિતના વિવિધ કાર્યક્રમ થકી કાર્યકર્તાઓને સક્રિય કરવા અને લોકોનો સંપર્ક કરવાનું આયોજન કરવામાં આવેલ છે. 30 મેના રોજ મોદી સરકારને એક વર્ષ પુર્ણ થાય છે. તેથી, મોરબી જીલ્લા ભાજપ દ્વારા ડિજિટલ સંપર્ક સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ રાઘવજીભાઇ ગડારાની યાદી જણાવે છે કે વડાપ્રધાને લખાયેલા પત્ર આત્મનિર્ભર ભારત સંકલ્પ, કોરોના સંક્રમણથી બચવા જરૂરી ઉપાયો, તંદુરસ્ત રહેવા માટે સારી આદતોનો સંકલ્પ કરાવવો, મોદી સરકારની યોજનાઓની માહિતી આપવા આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમના ઇન્ચાર્જ તરીકે મોરબી જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદુભાઈ હુંબલ તેમજ સહ ઇન્ચાર્જ તરીકે મોરબી જીલ્લા યુવા ભાજપ પ્રમુખ રવિભાઈ સનાવડાની નિયુક્તિ કરવામાં આવેલ છે.

- text