મોરબી : વાવડી રોડ ઉપર રહેતા કોરોનાગ્રસ્ત વૃધ્ધાને હોસ્પિટલમાંથી રજા અપાઈ

- text


વૃધ્ધા મુંબઈથી આવ્યા બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો : તબિયત સ્વસ્થ થતા હવે ઘરે 7 દિવસ હોમ આઇસોલેશનમાં રખાશે

મોરબી : મોરબીમાં વાવડી રોડ ઉપર આવેલ રેવા પાર્ક -1માં રહેતા વૃદ્ધાને કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેમની તબિયત સ્વસ્થ થતા સરકારની નવી ગાઈડ લાઈન અનુસાર આ કોરોનાગ્રસ્ત વૃદ્ધાને આજે હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને તેમને તકેદારીના ભાગરૂપે ઘરે જ સાત દિવસ માટે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવશે. જ્યારે દર્દીને રજા આપી દેવતા તેમના વિસ્તારને 4 દિવસ પછી કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી રેવા પાર્ક-1 ને મુક્તિ આપવા સરકાર સમક્ષ દરખાસ્ત કરાશે

- text

મુંબઈથી મોરબીના વાવડી રોડ પરની સોમૈયા સોસાયટી પાસે આવેલ રેવા પાર્ક-1 માં રહેવા આવેલા ઉષાબેન પરમારને થોડા દિવસો પહેલા કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. આથી તેમને સારવાર અર્થે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં આ વૃદ્ધાની આજે તબિયત સ્વસ્થ થતા અને સરકારના નિયમો અનુસાર તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને હવે તેમને 7 દિવસ માટે હોમ આઈસોલેશન રાખવામાં આવશે. જોકે તેમના વિસ્તાર રેવા પાર્ક -1 ને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે હવે આ વિસ્તારના કોરોના દર્દી સાજા થઈને ઘરે પરત ફરતા રેવા પાર્ક -1 ને કન્ટેન્ટમેન્ટ ઝોનમાંથી મુક્તિ આપવાની સરકાર સમક્ષ માંગ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાનો ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે તેમાંથી હવે ત્રણ કેસ રિકવર થઈ ગયા છે. આથી મોરબી જિલ્લામાં હવે ટંકારાના સાવડી ગામના જયનગર વિસ્તારોનો એક પોઝિટિવ કેસ રહ્યો છે.

- text