મોરબી : ટ્રક હડફેટે સાયકલ સવાર આધેડનું મોત

- text


મોરબી : મોરબી નજીક ટ્રક હડફેટે સાયકલ સવાર આધેડનું મોત નીપજ્યું હતું.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા હરજીવનભાઇ ઉર્ફે બેચરભાઇ ત્રિભોવનભાઇ પાંચોટીયા ઉવ-૪૫ નામના આધેડ તા.૨૮ ના રોજ માળીયા નેશનલ હાઇવે રોડ ટીંબડી મહાકાળી આશ્રમની બાજુમાં આવેલ પુલ પાસે સાયકલ ચાલવીને જઈ રહ્યા હતા. તે સમયે ડમ્પર ટ્રક નંબર-GJ-13-W-2056 વાળાના ચાલકે બેફિકરાઈથી ટ્રક ચલાવીને સાયકલ સવાર આધેડને હડફેટે લેતા તેમને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના કૌટુંબિક ભાઈ કીર્તીકુમાર ખીમજીભાઇ પાંચોટીયાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

- text