મોરબી-માળીયા (મીં)ના વિવિધ રસ્તાઓના કામોનું ફોલોઅપ લેતા ધારાસભ્ય મેરજા

- text


મોરબી જેલ રોડ ૫ કિલોમીટરનો રસ્તો રૂ. ૨ કરોડના ખર્ચે મંજૂર

મોરબી : મોરબી – માળીયા (મીં) વિસ્તારના જુદા – જુદા રસ્તાના કામો અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ સચિવાલય કક્ષાએ માર્ગ – મકાન વિભાગના સ્ટેટ અને પંચાયતના સબંધિત મુખ્ય ઈજનેરો તેમજ ક્ષેત્રિય ઇજનેરો સાથે સઘન ફોલોઅપ કામ હાથ ધરતા બજેટ ઊચક જોગવાઈના ૨૦૧૯ – ૨૦ ના પાંચ રસ્તા ખાસ મરામત યોજના હેઠળના ચાર રસ્તા તેમજ મુખ્યમંત્રી ગ્રામ્ય સડક યોજના હેઠળના આઠ રસ્તાઓ તેમજ પ્રધાનમંત્રી ગ્રામ્ય સડક યોજનાના પાંચ રસ્તાઓ બાબતે સમીક્ષા કરી હતી.

તદુપરાંત મોરબી જેલ રોડનો પાંચ કિલોમીટરનો રૂ. ૨,૧૯,૫૭૦૦૦ / – ના ખર્ચે મંજૂર કરવવામાં અને આ રસ્તાનો જોબ નંબર મેળવવામાં ધારાસભ્યને સફળતા મળી છે. આમ, મોરબીનો જેલ રોડ હાલ બિસ્માર છે. તે તુરંત જ ડામર સપાટીનો રસ્તો કરાશે. મોરબી શહેરના કંડલા બાયપાસ દલવાડી સર્કલથી અવની ચોકડી થઈ સામાકાંઠે જતો કેનાલ રોડ જે હાલ સાત મીટર પહોળાઈનો છે તે ૧૦ મીટર પહોળાઈનો કરવા રૂ. ૨૨ કરોડનો જોબ નંબર ફાળવેલ છે જે કામ હાલ વહીવટી મંજૂરી હેઠળ છે. સાથોસાથ આ કેનાલની ડાબી બાજુનો રસ્તો પણ ડામર સપાટીથી થાય તે માટે પણ રજૂઆત કરી છે.

મોરબી વાવડી રોડનું કામ લોકડાઉન પહેલા ચાલુ કરવામાં આવેલું પણ હાલ લેબરના અભાવે આ કામ બંધ છે તે ચાલુ કરવા પણ ધારાસભ્યએ સબંધીતોને ખાસ તાકીદ કરી છે. તેમજ સમય ગેટથી ઉમિયા સર્કલનો CC રોડ રૂ. ૨ કરોડના ખર્ચે ધારાસભ્યએ મંજૂર કરાવ્યો છે. તેનું કામ ચાલુ થાય તે માટે એજન્સીને ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. સાથોસાથ નાના ભેલા – તરઘરી રોડની ગુણવતા તેમજ સપાટીની એકસૂત્રતા જળવાય તે માટે કાર્યપાલક ઈજનેરને સ્થળ વિઝિટ કરાવીને પણ નક્કર કામગીરી હાથ ધરાવી છે.

- text

આમ, મોરબી – માળીયા (મીં) વિસ્તારના ઝીકિયાળીથી ગોકુળીયા રોડ રૂ. ૨ કરોડ ૧૦ લાખના ખર્ચે, હરિપરથી ગાળાનો રોડ રૂ. ૨ કરોડ ૭૫ લાખના ખર્ચે, અમરેલી એપ્રોચ રોડ રૂ. ૫૩ લાખના ખર્ચે, મોટા દહીંસરા – વાવાણિયા રોડ રૂ. ૨ કરોડ ૧૦ લાખના ખર્ચે, નવલખી રોડથી વર્ષામેડીનો રોડ રૂ. ૮૦ લાખના ખર્ચે અને ખાખરેચી – કુંભારિયા રૂ. ૨ કરોડના ખર્ચે તેમજ સોંખડા એપ્રોચ રોડ રૂ. ૧૨ લાખના ખર્ચે, અમરનગર એપ્રોચ રોડ રૂ. ૮ લાખના ખર્ચે, ગૂંગણ એપ્રોચ રોડ રૂ. ૧૨ લાખના ખર્ચે, બેલા તળાવિયા સનાળા રોડ રૂ. ૩૬ લાખના ખર્ચે, રંગપર એપ્રોચ રોડ રૂ. ૧૧ લાખના ખર્ચે, માળીયા (મીં) તાલુકાનાં ફતેપરનો રોડ રૂ. ૪૦ લાખના ખર્ચે, રોહિશાળાનો રોડ રૂ. ૩૦ લાખના ખર્ચે તેમજ ભાવપર – બગસરાનો રોડ રૂ. ૩૨ લાખના ખર્ચે, તેમજ મોરબી તાલુકાનાં ગાળા તેમજ જેતપર – રાપર રોડ રૂ. ૬૫ લાખના ખર્ચે, નવા – જૂના નાગડાવાસ રૂ. ૫૦ લાખના ખર્ચે, વાઘપર – પીલુડી – ગાળા રોડ રૂ. ૪૦ લાખના ખર્ચે, માળીયા (મીં) એપ્રોચ રોડ રૂ. ૧ કરોડના ખર્ચે, ખીરોઈ એપ્રોચ રોડ રૂ. ૫૦ લાખના ખર્ચે જે મંજૂર કરાવેલા છે.

તે કામો પૈકી અમૂક કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ , પ્રગતિ હેઠળ, એસ્ટીમેન્ટ લેવલે તેમજ ડીટીપી લેવલે પડતર છે. આ કામો ચોમાસા પહેલા વાહન વ્યવહાર ચલાવવાને પાત્ર બને તે માટે લગત ક્ષેત્રિય ઇજનેરો, કાર્યપાલક ઈજનેરશ્રીઓ, અધિક્ષક ઈજનેરઓ તેમજ સચિવાલય કક્ષાએ મુખ્ય ઈજનેરઓ સમક્ષ ધારાસભ્યશ્રી સતત સઘન ફોલોઅપણી કામગીરીને હાથ ધરીને મોરબી – માળીયા (મીં) વિસ્તારના રસ્તાઓની કામગીરી માટે મોનિટરિંગ કરી રહ્યા છે.

- text