મોરબીમાં ગંગાસ્વરૂપ બહેનોને જીવન જરૂરી ચીજવસ્તુઓની 21 કીટનું વિતરણ

- text


મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા હેટ્રિક કાર્યક્રમ અંતર્ગત રાશન કીટ અપર્ણ કરાઈ

મોરબી : મોરબી ઇન્ડિયન લાયોનેસ ક્લબના બીજા ચાર લીડર્સના ગ્રુપ દ્વારા ગંગાસ્વરૂપ બહેનોને રાસન તેમજ જીવન જરૃરી ચીજવસ્તુઓની 21 કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઓમ પેથોલોજી લેબોરેટરી ખાતે તમામ બહેનોને સોશિયલ ડિસ્ટન્સ સિંગ નું પાલન કરીને કીટ આપવામાં આવી હતી.

- text

આ પ્રોજેક્ટનું તમામ આયોજન આ સંસ્થાના બોર્ડ ઓફ ડિરેક્ટર દેવિકાબેન મહેતાએ કર્યું હતું. ઉપરાંત રુપલબેન પટેલ, પુનમબેન હીરાની તેમજ શોભનાબા ઝાલાએ પણ આર્થિક સહયોગ આપ્યો હતો. પ્રોજેક્ટનું સુંદર આયોજન કરી એક લીડર તરીકે તમામ વસ્તુઓનું બારીકાઈથી ધ્યાન રાખી જીવન ઉપયોગી કીટ આપવા માટે પ્રેસિડેન્ટ પ્રીતિબેન દેસાઈ તેમજ શોભનાબા ઝાલાએ દેવીકાબેનને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રોજેક્ટ લીડર તરીકે દેવિકાબેન મહેતા, રુપલબેન પટેલ, માનસીબેન હીરાની તેમજ પૂર્વીબેન શાહએ ઉમદા ફરજ બજાવી હતી.

- text