સંસ્કૃત ભારતી-સૌરાષ્ટ્રના મહિલા કાર્યકર્તાઓનું ઓનલાઇન સંમેલન યોજાયું

- text


મોરબી જિલ્લામાંથી 15 મહિલાઓ જોડાઈ

મોરબી : સંસ્કૃત ભારતી સંસ્કૃત માટે કામ કરતી સંસ્થા છે. તાજેતરમાં ગત તા. 27ના રોજ સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર વિભાગ દ્વારા તાજેતરમાં મહિલા કાર્યકરો માટે એક ઓનલાઇન સમેલનનું વેબેક્સ એપલીકેશનના માધ્યમથી આયોજન કરવામાં આવ્યું હતું. સમેલનનો મુખ્ય વિષય સંસ્કૃત અને મહિલા હતો. અખિલ ભારતીય સંપર્ક પ્રમુખ નંદકુમારજી, પુનરુત્થાન વિદ્યાપીઠના ઈન્દુમતિબેન કાટગરે અને સોમનાથ સંસ્કૃત વિશ્વ વિદ્યાલયના કુલપતિ અને સંસ્કૃત ભારતીના અખિલ ભારતીય અધ્યક્ષ ગોપબંધુ મિશ્રા સંમેલનના મુખ્ય વક્તા હતા.

- text

વેબેક્સ ઉપર 100 મહિલા કાર્યકર્તાઓ આ સંમેલનમાં જોડાઇ અને ફેસબુક ઉપર 2500 લોકો એ આ સમેલન અત્યાર સુધીમાં નિહાળ્યું છે. સંસ્કૃત ભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા મહિલા ઓનલાઈન સંમેલનમાં મોરબી જનપદ (જીલ્લા)માંથી 15 જેટલા મહિલા કાર્યકરો જોડાયા હતા. જેની આગેવાની પાયલબેન ભટ્ટે લીધી હતી. આ લોકડાઉનના સમય આ ઓનલાઇન સંમેલન ખરેખર પ્રેરણારૂપ બની રહ્યું હતું.

- text