મોરબી : સાંજે 5 વાગ્યા સુધી દુકાન ખુલી રાખનાર દુકાનદાર સામે ગુન્હો નોંધાયો

- text


GIDC પાસેની બેકરીની દુકાનના માલિક સામે જાહેરનામાં ભંગનો ગુનો દાખલ

મોરબી : મોરબીના શનાળા રોડ પર જી.આઇ.ડી.સી.નાકા સામે આવેલ બેકરીની દુકાન સાંજે 5 વાગ્યા સુધી ખુલ્લી રાખવા બદલ દુકાન માલિક સામે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

- text

મોરબી શનાળા રોડ પર જી.આઇ.ડી.સી. નાકા સામે રજની પ્લાઝામા આવેલ ઉમીયા બેકરી નામની દુકાન ગઈકાલે તા. 28ના રોજ જાહેરનામામા દર્શાવેલ સમયે બંધ નહી કરીને સાંજે 5 વાગ્યે પણ ખુલ્લી રાખી હતી. જેથી, બેકરીના માલિક જયેશભાઇ ભુપતભાઇ ગામી (ઉ.વ.૪૨) સામે પોલીસે જાહેરનામાં ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો.

- text