મોરબી જિલ્લામાં અત્યાર સુધીમાં વિદેશથી 70 જેટલા વિદ્યાર્થીઓ-નાગરિકો આવ્યા

- text


હાલ 50 લોકો કવરોન્ટાઈન હેઠળ અને 20 લોકો કવરોન્ટાઈન મુક્ત થયા

મોરબી : કોરોનાની મહામારી વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉનમાં અત્યાર સુધીમાં વિદેશથી મૂળ ભારતના વતની એવા 70 જેટલા વિદ્યાર્થીઓ-નાગરિકો મોરબી જિલ્લામાં આવ્યા છે.જેમાંથી હાલ 50 લોકો ક્વોરન્ટાઇન છે અને 20 લોકો ક્વોરન્ટાઇનમાંથી મુક્ત થયા છે.

- text

જેમાં ફિલિપાઈન્સથી આવેલા 14 યુકેથી આવેલા 3 અને યુએસએથી આવેલા 3 મળીને કુલ 20 લોકોએ ક્વોરન્ટાઇન પિરિયડ પૂરો કર્યો છે.બાકીના 50 લોકો જે ક્વોરન્ટાઇન છે.એમાં 33 લોકો મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ આર્દશ વિધાલય ખાતે અને 17 લોકો વૈભવ હોટલમાં પેઇડ ક્વોરન્ટાઇન છે.આ 50.લોકોમાં ફિલિપાઈન્સથી 26 ,સીંગાપોરથી 1 , રશિયાથી 10 સહિતના વિધાર્થીઓ અને નાગરિકોનો સમાવેશ થાય છે.આ તમામ.લોકો મૂળ ભારતના વતની અને રાજકોટ,સુરેન્દ્રનગર, મોરબી જિલ્લાના આજુબાજુના છે.હાલ 50 વિદેશથી આવેલા લોકો ક્વોરન્ટાઇનમાં છે અને તેમને તમામ.પ્રકારની વ્યવસ્થા પુરી પાડવામાં આવી છે.જેનું સુપરવિઝન જીપીસીબીના અધિકારી કાપડિયા કરી રહ્યા છે.

- text