મોરબીની નિર્મલ વિદ્યાલયમાં ધો.8, 9 અને 11 સાયન્સનું ઓનલાઇન એડમિશન શરૂ

ઘર બેઠા વાલીઓ એડમિશન લઈ શકે તે માટે ખાસ સરળ ઓનલાઇન પ્રક્રિયા

મોરબી : મોરબીની નિર્મલ વિદ્યાલયમાં ધો. 8, 9 અને 11 સાયન્સનું એડમિશન શરૂ થઈ ગયું છે. હાલ લોકડાઉન વચ્ચે વાલીઓને શાળાએ ધક્કો ન ખાવો પડે અને ઘરે બેઠા પોતાના સંતાનનું એડમિશન કરવી શકે તે માટે ખાસ સરળ ઓનલાઇન પ્રક્રિયા ઉપલબ્ધ કરાઈ છે.

મોરબીના કેનાલ રોડ ઉપર સુભાષનગર સોસાયટી સામે શિવપાર્ક સોસાયટી ખાતે કાર્યરત શ્રી સાંદિપની એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત નિર્મલ વિદ્યાલય વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ શિક્ષણની સાથોસાથ સંસ્કાર સિંચન પણ કરી રહ્યું છે. અહીં એલકેજીથી લઈને ધો. 12 સાયન્સનું ગુજરાતી માધ્યમમાં શિક્ષણ આપવામાં આવે છે. હાલ અહીં ધોરણ – 8, ધોરણ – 9 અને ધોરણ – 11 વિજ્ઞાન પ્રવાહ ગ્રુપ-A અને ગ્રુપ-B માં એડમિશન શરૂ થયું છે.

હાલ વાલીઓ તથા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને એડમિશન માટે રૂબરૂ ધક્કો ન ખાવો પડે તે માટે ઓનલાઇન એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. વધુ વિગત માટે ફોન નં. 02822 233920/21/22 ઉપર સંપર્ક કરવો.એડમિશન માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરવા જણાવાયું છે.

https://sites.google.com/view/nirmal-vidhyalaya-admission/home