મોરબી પાલિકા દ્વારા વિતરણ કરાતા પાણીમાં ગંદકી અને જીવ જંતુ નીકળતા લોકોમાં રોષ

- text


વોર્ડ નંબર 6 ના કાઉન્સિલરે ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી

મોરબી : હાલ કોરોનાની મહામારી વચ્ચે મોરબી નગરપાલિકા યંત્રની શરમજનક બેદરકારી બહાર આવી છે. જેમાં મોરબી પાલિકા દ્વારા વિતરણ કરાતા પાણીમાં અળશિયા નીકળ્યા છે. તંત્રની આવી ગંભીર બેદરકારીના કારણે રોગચાળો વકરે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આથી, આ અંગે વોર્ડ નંબર 6 ના કાઉન્સિલરે ચીફ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.

મોરબી નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર દીપકકુમાર રમણિકલાલ પોપટે પાલિકાના ચીફ ઓફિસરને રજુઆત કરી હતી કે હાલમાં કોરોનાની મહામારીએ માજા મૂકી છે. તેથી, સરકાર કોરોનાને અંકુશમાં લેવા ગંભીરતાથી પગલાં ભરી રહ્યું છે. પણ તંત્રની આવા સમયે ક્યાંકને ક્યાંક ગંભીર બેદરકારી બહાર આવી રહી છે. ખાસ કરીને આવા સમયે મોરબી શહેરમાં લોકોની સુખાકારી જળવાઈ રહે, તે માટે તંત્ર દ્વારા શુદ્ધ પાણીનું વિતરણ કરવું જોઈએ. પણ તંત્રની બેદરકારીને કારણે પાણી શુદ્ધ અવવાને બદલે અશુદ્ધ આવી રહ્યું છે અને પાણીમાં અળશિયા નીકળી રહ્યા છે.

- text

જેમાં સાવસર પ્લોટ વિસ્તારમાં નળ વાટે પાણી આવતું હતું. તેમાં અળશિયા નીકળ્યા હતા. આ પાણી ભૂલથી જો પીવામાં ઉપયોગમાં લેવાય તો ગંભીર બીમારી થઈ શકે એમ છે. જોકે સ્થાનિક રહીશોને ધ્યાને આ ગંભીર બાબત આવી જતા તેમણે આ પાણીનો ઉપયોગ કર્યો નથી. પણ આવું પાણી સતત આવતું હોય લોકોનું આરોગ્ય જોખમાય શકે તેમ છે. જોકે પાલિકા તંત્ર દ્વારા મચ્છુ-2 ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવે છે અગાઉ અનેક વખત અશુદ્ધ પાણી આવતું હોવાની ફરિયાદ ઉઠી હતી. હવે તો હદ થઈ ગઈ છે અને પાલિકા તંત્ર દ્વારા વિતરણ કરતા પાણીમાં અળશિયા નીકળતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને વહેલી તકે તંત્ર આ મામલે યોગ્ય કર્યાવહી કરે તેવી માંગ ઉઠી છે.

- text