ટંકારા : ખાણી-પીણીની લારી ધરાવતા નાના વેપારીઓની હાલત કફોડી

- text


ખાણી-પીણીનો ધંધો સાંજના સમયે જ થતો હોવાથી હાલ હોમ ડિલિવરીથી આર્થિક સંકટમાં રાહત મેળવતા વેપારીઓ

ટંકારા : કોવિડ 19 એ વૈશ્વિક સ્તરે ધંધા રોજગાર સાથે જીવનશૈલીમા ભારે માઠી અસર પાડી છે બે મહીના લોકડાઉન બાદ મળેલ છુટછાટોનો લાભ સ્વાદરસિકો અને સાંજે નાસ્તા ઠંડાપિણાના વેપારીઓને મળ્યો નથી. જોકે પાન માવાના બંધાણીઓને છુટથી થોડી ઘણી રાહત મળી છે.

- text

ટંકારામા સાંજ પડેને જીભ તમતમ કરવા ફટફટીયુ લઈને નિકળી જતા અને ઉનાળાની ગરમી વચ્ચે ગોલા ગુલફીની જયાફત માણતા નગરજનોને લોકડાઉન 4મા પણ જૈસે થે જેવી સ્થિતિ સર્જાઇ છે નિયમ મુજબ સાંજે બંધના પગલે નાસ્તા વાળા હજુ પણ સંપૂર્ણ લોકડાઉનમા છે. સાંજે ઘૂઘરા, ભૂંગળા બટેટા, પાઉભાજી, દાબેલી, પાણીપુરી, ભેળની દુકાનો હજુ શટડાઉન છે. સાંજે 5 વાગ્યે દુકાનો બંધના નિયમોને કારણે નાના વેપારીઓની હાલત કફોડી બની હોય હાલ તો હોમ ડિલીવરી કરવા મજબુર બન્યા છે.

- text