જાણો એવી B.Sc. કોલેજ વિશે જે B.Sc સેમ. 6 ના રિઝલ્ટ માં મોરબી જિલ્લા ટોપ -10 માં 9 વિદ્યાર્થીઓ ધરાવે છે.

- text


મોરબી : હાલ‌માં જ પ્રસિદ્ધ થયેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.Sc સેમ. 6 ના રિઝલ્ટમાં મોરબી જિલ્લા ટોપ 10માં નવયુગ મહિલા કોલેજના 9 સ્ટુડન્ટ્સ સ્થાન પામ્યા છે. જેમાં દ્વિતીય ક્ર્મે રાચ્છ શાલિનિ (95.64%), તૃતીય ક્ર્મે સાંગાણી માનસી (94.91%), તૃતીય ક્ર્મે કુબાવત નિકિતા (94.91%), ચતુર્થ ક્ર્મે દેથરિયા તેજસ્વિની (94.00%), છઠ્ઠા ક્ર્મે કનોજિયા જાનવી (93.27%), સાતમા ક્ર્મે ગોગરા વૈશાલી (93.09%), આઠમા ક્ર્મે સાણંદિયા પ્રિયા (92.91%), નવમા ક્ર્મે અઘારા પ્રેરણા (92.18%), દસમા ક્ર્મે ચાપાણી નિરાલી (92.00%)નો સમાવેશ થાય છે.

- text

ઉલ્લખનીય છે કે આ રિઝલ્ટમાં 119 વિદ્યાર્થિનીઓએ ડિસ્ટિંક્શન માર્ક્સ અને 101 વિદ્યાર્થિનીઓએ ફર્સ્ટ ક્લાસ માર્ક્સથી પરીક્ષા પાસ કરી છે, જે મોરબીની કોલેજોમાં સૌથી ઊંચું રિઝલ્ટ છે. તેમજ B.Sc સેમ. 1 થી 6 ના કુલ રિઝલ્ટના આધારે નવયુગની 8 વિદ્યાર્થિનીઓએ ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે. આવું શાનદાર રિઝલ્ટ મેળવવા બદલ સર્વે વિદ્યાર્થિનીઓ અને અધ્યાપક ગણને કોલેજના પ્રિન્સિપાલ ડૉ. વરૂણ ભીલા અને સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયા સાહેબે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે B.Sc. સેમ. 1 માં ધો. 12 સાયન્સના રિઝલ્ટના દિવસથી જ એડમિશન મેળવવા માટે વિદ્યાર્થીઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો છે‌. અત્યાર સુધીમાં 150 થી વધુ વિદ્યાર્થિનીઓએ એડમિશન મેળવી લીધેલ છે.

- text