ટંકારાની ઓ. આર. ભાલોડીયા કોલેજનું B.Sc સેમ-6નું ભવ્ય પરિણામ

ટંકારા : તાજેતરમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જાહેર થયેલ બી.એસ.સી. સેમેસ્ટ-6ના પરિણામમાં ટંકારાની ઑ. આર. ભાલોડીયા મહિલા સાયન્સ કોલેજનું 96% જેટલું ઉચ્ચ પરિણામ આવેલ છે. જેમાં બી.એસ.સી સેમેસ્ટર-6 માઇક્રોબાયોલોજીમા પ્રથમ સ્થાને કાલરીયા આશિકાબેન 81.63%, દ્વિતીય સ્થાને મેથણિયા અંકિતાબેન 81.45% અને તૃતીય સ્થાને પટેલ પૂજાબેન 79.63% પ્રાપ્ત કરેલ છે. ફિજિક્સમાં પ્રથમ સ્થાને વરસડા માનસીબેન 92.18% દ્વિતીય સ્થાને શેરસીયા જાનકીબેન 90.18% અને તૃતીય સ્થાને પનારા ચાંદની 86.54% પ્રાપ્ત કરેલ છે. કેમેસ્ટ્રીમાં પ્રથમ સ્થાને બારેયા મેધનાબેન 90%, દ્વિતીય સ્થાને લો વનસિકાબેન 89.27% અને તૃતીય સ્થાને રતનપરા જાનકીબેન 87.27% પ્રાપ્ત કરેલ છે. દરેક વિદ્યાર્થીનીઓને પ્રિન્સિપાલ ડૉ. અતુલ માકાસણાએ અભિનંદન આપ્યા હતા. તેમજ ટ્રસ્ટના મંત્રી ધનજીભાઈ ઝાલરિયાએ પણ અધ્યાપકો તેમજ વિદ્યાર્થીનીઓને અભિનંદન આપ્યા હતા.