વાંકાનેરમાં યુવતીની સગાઈ બીજી જગ્યાએ કરી નાખવા મામલે બઘડાટી : 4ને ઇજા

- text


ચાર શખ્સો સામે હુમલો કરીને ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઈ

વાંકાનેર : વાંકાનેરમાં યુવતીની સગાઈ થઈ હોય છતાં બીજી જગ્યાએ સગાઈ કરી નાખવામાં મામલે સમાધાન માટે એકત્ર થયેલા બન્ને પરિવારોમાં વાત વણસી જતા બઘદાટી બોલી ગઈ હતી. હાલ એક પક્ષે ફરિયાદ નોંધવાઈ છે. જેમાં ચાર વ્યક્તિઓ ઉપર ચાર શખ્સો હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાતા વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ફરિયાદી ધિરૂભાઇ રૈયાભાઇ જખાણીયા (ઉ.વ. ૪૦, રહે. રાજકોટ મોટામવા સ્માશન પાસે કુવાડવા) વાળાએ આરોપીઓ રામજીભાઇ સારાભાઇ સાડમીયા, બાલુબેન રામજીભાઇ સાડમીયા, વાલજીભાઇ દેવાભાઇ વાજેલીયા, મનજીભાઇ દેવાભાઇ વાજેલીયા વાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૩ ના રોજ બપોરના 3-4 વાગ્યાના અરસામાં વાંકાનેરના મહીકા પુલ નીચે એક આરોપીની દિકરીની સગાઇ ફરીયાદીના ભત્રીજા દિકરા સાથે કરેલ હોવા છતા આ દિકરીની સગાઇ બીજે કરી નાખતા તે બાબતે સમાધાન માટે ભેગા થતા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદોને ગાળો કાઢી આપી ફરીયાદીને ફાયબરની લાકડી વતી વાસામાં તથા માથાના ભાગે ઇજા પહોચાડી હતી. તેમજ આરોપીઓએ લાકડી વતી તથા છુટો પથ્થરનો ધા ફરીયાદીના વાસામાં મારી મુઢ ઇજા પહોચાડી તથા સાહેદ વિજયભાઇ ધીરૂભાઇને લાકડી વતી ડાબા હાથે, ડાબા પગે, વાસામાં તથા માથાના ભાગે મુંઢ ઇજા પહોચાડી અને સાહેદ વિક્રમભાઇને લાકડી વતી વાસામાં મુંઢ ઇજા પહોચાડી તથા સાહેદ સોનીબેનને છુટા પથ્થરના ધા કરી વાસામાં મુંઢ ઇજા પહોચાડી આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text