હળવદ : વાડીમાં જુગાર રમતા 9 લોકો 1.61 લાખની રોકડ સાથે ઝડપાયા

- text


મોરબી એલસીબીએ દરોડો પાડી કાર્યવાહી કરી

હળવદ : હળવદની ચમારીયા સીમમાં વાડીમાં ધમધમતા જુગાર ધામ પર મોરબી એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)એ દરોડો પાડી 9 લોકોને 1.61 લાખની રોકડ સાથે જુગાર રમતા ઝડપી લીધા હતા.

- text

મોરબી એલસીબીએ જાહેર કરેલી વિગત મુજબ હળવદની ચમારીયા સીમમાં આવેલી જીજ્ઞેશભાઈ ભગવાનજીભાઈ દલવાડીની વાડીએ જુગાર ધામ ધમધમતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વાડી માલીક ઉપરાંત ભરત નવલભાઈ ઠક્કર, હિતેશ મનસુખભાઇ લોરીયા, વિરમ શિવાભાઈ હડિયલ, હરેશ દલીચંદ લોરીયા, જયેશ બચુભાઇ વડગાસીયા, જીગ્નેશ વ્રજલાલ માકાસણા, અરવિંદ ઘનશ્યામભાઈ ચાવડા, અજિત સોમાભાઈ ગોહિલ રહે બધા હળવદ વાળાને જુગાર રમતા ઝડપી લીધા હતા. પોલીસે સ્થળ ઉપરથી 1,61,100 રૂપિયા રોકડા ઉપરાંત મોબાઈલ, મોટરસાઇકલ સહિત કુલ રૂપિયા 2,77,600નો મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text