મોરબી : નાના બાળ રોજેદારો દ્વારા પણ રોજા રાખી અલ્લાહની કરાતી બંદગી

- text


મોરબી : હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જે અંતર્ગત સમગ્ર મુસ્લિમ સમાજના લોકો નમાજ ઘરબેઠા પઢે છે અને ખુદાની બંદગી કરે છે. આ પવિત્ર માસ દરમિયાન મોરબીમાં ઝવેરી શેરીમાં રહેતા અને જેલ રોડ પર સન્ના ન્યુઝ એજન્સી ધરાવતા અસલમ ખુરેશીની નવ વર્ષીય દીકરી સન્નાએ 10 રોજા પૂર્ણ કરીને તથા 11 વર્ષના દીકરા અરમાને 7 રોજા રાખીને અલ્લાહની બંદગી કરેલ હતી. તેમજ ઝવેરી શેરીમાં રહેતા અને જેલ રોડ પર જનતા પાન અને ટી સ્ટોલ ધરાવતા અમીનભાઈની 6 વર્ષની દીકરી આફરીને 27મુ રોજુ રાખીને અલ્લાહની ઈબાદત કરી હતી.

- text

વધુમાં, મોરબીમાં ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં શેરી નંબર 2માં રહેતા નીશાર મહમદ નજર મામદ મકરાણીએ રમજાન માસના સમગ્ર રોજ રાખી ખુદાની બંદગી કરી છે. તેમજ વાંકાનેર તાલુકાના અમરસર ગામમાં રહેતી 10 વર્ષીય બ્લોચ આરઝૂબાનુ સબ્બીરભાઈએ 1 થી 29 રોજ રાખેલા હતા. તથા 11 વર્ષીય દિવાન ખૂસ્બૂબાનુ એ પણ રોજા રાખ્યા હતા. વધુમાં, મોરબીમાં રહેતા જનાબ મકબુલભાઈ ચૌધરી અને રોશનભાઈ ચૌધરિના 9 વર્ષના પુત્ર શાન ચૌધરીએ આજે 24 રોજા પૂર્ણ કરી મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું હતું.

- text