વાંકાનેરના પૂર્વ નગરપતિએ નગરપાલિકા સાથે મળીને પાન-માવા-બીડીનું રાહત ભાવે વેચાણ કર્યું

- text


વાંકાનેર : લોકડાઉન દરમિયાન સરકારે પાન માવા બીડી પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવેલ હતો. જેથી, વ્યસનીઓની તકલીફમાં વધારો જોવા મળેલ અને હોલસેલ વેપારીઓએ સરેઆમ કાળાબજારી કરી બેહિસાબ નાણાં કમાયેલા હતા. લોકડાઉન 4માં સરકાર તરફથી લોકોની માગણી સ્વીકારી પાન બીડી તમાકુનું વેચાણ કરવાની છૂટ આપેલ પરંતુ વેપારીઓએ કાળા બજારમાં માલ વેચેલ હોવાથી MRP ભાવે વેચાણ કરવાનો જીવ ચાલતો ન હોય, તેથી, પોતાની દુકાનો ખોલી ન હતી.

જે અંગે વાંકાનેર નગરપાલિકાને ફરિયાદો મળતાં તમાકુ ના હોલસેલ વેપારીઓને તાત્કાલિક ફોન દ્વારા જાણ કરી પોતાની દુકાન ખોલવા અંગે જણાવેલ પરંતુ કાળા બજારીઓએ ઊંચા ભાવે માલ વેચેલ હોવાથી હવે નીચા ભાવે વેચાણ ન કરતા હોવાથી નગરપાલિકા દ્વારા સાત દુકાનોને સીલ મારવામાં આવેલ અને હજુ ફરિયાદ મળે વધુ દુકાનોને સીલ મારવાની તૈયારી આરંભી છે.

- text

વ્યસનીઓની તલપ જોઈ વાંકાનેરના પૂર્વ નગરપતિ જીતુભાઈ સોમાણીએ વાંકાનેર નગરપાલિકાને સાથે રાખી વાંકાનેરની જનતા માટે આજે રાહત ભાવે માવા તેમજ બીડીનું વેચાણ ટાઉનહોલ ખાતે કરેલ તેમજ લોકોને ફ્રીમાં માસ્ક આપેલ હતા. જેમાં નાના માવા 50 રૂપિયાના 8, મોટા માવા પચાસના 4 તેમજ બીડીની જોડી પચાસની ૩ આપવામાં આવતાં લોકો ખરીદી કરવા માટે ઉમટી પડેલ અને જીતુભાઈનો આભાર વ્યક્ત કરેલ હતો. આ તકે કોંગ્રેસના આગેવાન ઈરફાન પીરઝાદા પણ આ સ્થળે પહોંચી આ સરાહનીય કામને બિરદાવેલ હતું.

- text