મોરબી તથા વાંકાનેર સીટીમાંથી લોકડાઉનના નિયમની અવગણના કરતા 8 સામે ગુન્હો નોંધાયો

- text


મોરબી : લોકડાઉન 4ના પ્રારંભે મોરબી જિલ્લામાં નિયમોમાં થોડી છૂટછાટ આપવામાં આવી છે. જો કે આ નિયમોને પણ ઘોળીને પી જતા નાગરિકોને આજે દંડવામાં આવ્યા હતા.

- text

મોરબી સીટી એ ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જયારે વાંકાનેર સીટીમાંથી 7 મળી કુલ 8 લોકોને શુક્રવારે લોકડાઉન સંદર્ભે લાગુ કરવામાં આવેલા નિયમોનો ભંગ કરતા ઝડપી પાડી તમામ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામા આવી છે. જેમાં મુખ્યત્વે નિશ્ચિત સમય બાદ પણ જે-તે દુકાનો ખુલ્લી રાખવી કે મોં પર માસ્ક ન બાંધવો અને સોશિયલ ડિસ્ટસિંગનું પાલન ન કરવા જેવા કારણોસર આ કેસો કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે અત્યાર સુધી સાવ નહીંવત કેસો ધરાવતા મોરબી શહેરમાં જ ગઈકાલે એક વૃદ્ધા કોરોના સંક્રમિત મળી આવતા તંત્ર સતર્કઃ બન્યું છે.

- text