વાંકાનેર સીવિલ હોસ્પિટલના મુસ્લિમ સ્ટાફે રોજા રાખી અલ્લાહની બંદગી કરી

- text


 

મોરબી : હાલમાં મુસ્લિમ સમાજનો પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે. જે અંતર્ગત સમગ્ર મુસ્લિમ સમાજના લોકો નમાજ ઘરબેઠા પઢે છે અને ખુદાની બંદગી કરે છે. આ પવિત્ર માસ દરમિયાન વાંકાનેર સીવિલ હોસ્પિટલના મુસ્લિમ સ્ટાફે રોજા રાખી અલ્લાહની બંદગી કરી સાથોસાથ દર્દીઓની સેવા કરી રહ્યા છે.

- text

વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર મેજબીન માણેસીયા તેમજ નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા મોહિન બાદિ એ રમજાન માસ દરમિયાન દર્દીઓની સેવા ઉપરાંત મુસ્લિમ સમાજનો પવિત્ર માસ રમઝાન દરમિયાન રોજા રાખી ખુદાની બંદગી કરેલ છે. હાલની પરિસ્થિતિમાં ગરમીનો પારો ખૂબ ઊંચો છે અને સામાન્યપણે પણ આખો દિવસ રોજા રાખવા મુશ્કેલ ભર્યા છે ત્યારે આખો દિવસ હોસ્પિટલની ડ્યુટી કરી અને સાથોસાથ રોજ રોજા રાખવા એ બહુ મોટી વાત છે તેમ છતાં આવી પરિસ્થિતિ વચ્ચે પણ બંને પોતાની ફરજ ઉપરાંત ખુદાની બંદગી કરતાં આખા મહિનાના રોજા પાડેલ છે.

- text