મોરબીની મહારાજા મહેન્દ્રસિંહજી કોલેજમાં B.Sc સેમ-1માં ઓનલાઇન એડમિશન પ્રક્રિયા શરુ

મોરબી : મોરબીની મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજમાં B.Sc સેમ-1માં ઓનલાઇન એડમિશન પ્રક્રિયા શરુ થઇ ગયેલ છે. B.Sc સેમ-1માં એડમિશન મેળવવા માટે ફોર્મની લિન્ક પર વિદ્યાર્થીનો પોતાનો ડેટા અપલોડ કરવાનો રહેશે. પરંતુ ઓનલાઇન ડેટા અપલોડ કરવાની પ્રક્રિયાથી એડમિશન મળી ગયું તેમ માની લેવાનું રહેશે નહિ. એડમિશન અંગેની તમામ વિગત મોબાઈલ નંબર પર જાણ કરવામાં આવશે. ઓનલાઇન લિન્કમાં વિદ્યાર્થીઓએ નામ, સરનામું, જ્ઞાતિ, કેટેગરી, જન્મ તારીખ, મોબાઈલ નંબર, સ્કૂલનું નામ, ધો. 12ની માર્કશીટ સહિતની વિગતો અપલોડ કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે મહારાજા શ્રી મહેન્દ્રસિંહજી સાયન્સ કોલેજ – મોરબી માં બી.એસ.સી. અભ્યાસક્રમમાં એડમીશન લેવા માંગતા વિદ્યાર્થીએ નીચે આપેલી લિંક પર ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
https://forms.gle/AupV8ndRoH2AU27d8