મોરબી : ઘરેબેઠા વિધાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપતા નિર્મલ સ્કૂલના પ્રિન્સિપાલ

- text


યુ ટ્યુબ મારફતે વિધાર્થીઓને ઘરેબેઠા શિક્ષણ આપતા રમણિકભાઈ બરાસરા

મોરબી : લોકડાઉન 3 તબક્કા પછી ચોથા લોકડાઉનમાં પણ શાળાઓ કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. જોકે હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે. પણ લોકડાઉનમાં ઘરેબેઠા તમામ વિધાર્થીઓ શિક્ષણ મેળવી શકે તે માટે મોરબીની નિર્મલ વિધાલયના પ્રિન્સિપાલ રમણિકભાઈ બરાસરાએ સરાહનીય પ્રયાસ કર્યો છે. તેઓ હાલ યુ ટ્યુબના માધ્યમથી ઘરેબેઠા ભણાવી રહ્યા છે.

- text

મોરબીની નિર્મલ વિધાલયના પ્રિન્સિપાલ રમણિકભાઈ બરાસરાએ લોકડાઉનમાં ઘરેબેઠા તમામ વિધાર્થીઓ શિક્ષણ મેળવી શકે તે માટે ઓનલાઈન શિક્ષણ આપવાનું શરૂ કર્યું છે. જેમાં તેઓ યુ ટ્યુબની ચેનલમાં શિક્ષણ આપી રહ્યા છે અને દરેક વિષયનું બ્લેક બોર્ડ ઉપર લખીને સચોટ જ્ઞાન આપે છે. તેમજ વિધાર્થીઓના જુદાજુદા વિષયના લગતા મુંઝવતા પ્રશ્નોનું નિરાકરણ કરે છે. વિદ્યાર્થીઓને દરરોજ જુદાજુદા વિષયનું શિક્ષણ આપી રહ્યા છે. તેમના ઘરેબેઠા ઓનલાઈન શિક્ષણ આપવાનો પ્રયાસ સરાહનીય છે. જેથી, ઘરેબેઠા ઓનલાઈન શિક્ષણ મેળવવા માંગતા તમામ વિદ્યાર્થીઓને તેમની યુ ટ્યુબની ચેનલને લાઈક અને સબ સબક્રાઇબ કરવાની અપીલ કરાઈ છે.

- text