મોરબી : મંગળવારે લેવાયેલા 141 લોકોના સેમ્પલનો રિપોર્ટ પણ નેગેટિવ

- text


મોરબી સિવિલમાં દાખલ શંકાસ્પદ લક્ષણો ધરાવતી 22 વર્ષની યુવતીનો રિપોર્ટ પણ નેગેટિવ

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે મંગળવારે કોરોના ટેસ્ટ માટે એક શંકાસ્પદ દર્દી સહિત કુલ 141 લોકોમાં સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ તમામ લોકોના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા ફરીથી તંત્રએ રાહતનો દમ લીધો છે.

- text

મોરબી જિલ્લામાં છેલ્લા 5 દિવસથી કોરોના ટેસ્ટ માટે માસ સેમ્પલિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરી અંતર્ગત મોરબી જિલ્લાની સરકારી હોસ્પિટલ અને સરકારી સ્વાસ્થય કેન્દ્રો પર મંગળવારે કુલ 140 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલિંગ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત મોરબી સિવિલમાં દાખલ ભીમકટા (જામનગર)ની 22 વર્ષની યુવતીમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના પણ સેમ્પલ લેવાયા હતા. આમ ગઈકાલે મંગળવારે કુલ 141 લોકોના સેમ્પલ લઈ ટેસ્ટ માટે મોકલ્યા હતા. જે તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા મોરબી આરોગ્ય વિભાગે ફરીથી રાહતનો દમ લીધો છે. મોરબી જિલ્લામાં માસ સેમ્પલિંગમાં પણ અત્યાર સુધીના તમામ રિપોર્ટ નેગેટિવ જ આવ્યા એ મોરબી જિલ્લા માટે સૌથી મોટા રાહતના સમાચાર છે.

- text