માળીયા માટે CCIનું કેન્દ્ર મંજુર થતા આનંદની લાગણી વ્યક્ત કરતા ધારાસભ્ય મેરજા

- text


માળીયા મી. : આ વર્ષે કપાસનું મબલખ ઉત્પાદન થયું છે. જો કે મોરબી અને માળીયા મી.ના અને આમરણના ખેડૂતોને નજીકના સ્થળે સીસીઆઇનું કેન્દ્ર ન ફાળવતા ખેડૂતોને દૂરના કેન્દ્રો સુધી કપાસ વેંચવા જવું પડતું હતું. આને લઈને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કેન્દ્રના કૃષિ મંત્રી તેમજ સીસીઆઈના અધિકારીઓ સમક્ષ વારંવાર રજુઆત કરી હતી. જેનો સકારાત્મ્ક હલ આવતા ધારાસભ્ય મેરજાએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

- text

ગત સાલ વરસેલા અનરાધાર વરસાદના પગલે મોરબી તેમજ માળીયા મી. તેમજ આમરણ-જોડિયા વિસ્તામાં મબલખ કપાસનું ઉત્પાદન થયું હતું। જો કે આ વર્ષે cci દ્વારા કપાસ ખરીદી કેન્દ્ર ટંકારા રાખતા ઉપરોક્ત વિસ્તારના ખેડૂતોને કેન્દ્ર સુધી પહોંચવામાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ વધુ આવતો હોવાની ફરિયાદને લઈને ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ કેન્દ્રના કૃષિમંત્રી તેમજ સીસીઆઈના અધિકારીઓ સમક્ષ વખતો વખત રજુઆત કરીને પીપળીયા ચાર રસ્તે સીસીઆઇનું કેન્દ્ર આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત મોરબી બજાર સમિતિના પ્રમુખ મગનભાઈ વડાવિયા તેમજ સાંસદ મોહનભાઇ કુંડારીયાને પણ આ સમસ્યા અંગે અવગત કરતા સૌની સહિયારી મહેનત રંગ લાવી હતી અને પીપળીયા ચાર રસ્તાની આસપાસ સીસીઆઇનું કપાસ ખરીદી કેન્દ્ર ખોલવાની મંજૂરી મળી જતા ધારાસભ્યએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

ધારાસભ્ય મેરજાએ ખેડૂતો માટેના પેકેજ અન્વયે કૃષિ ધિરાણની વસુલાત એક વર્ષ માટે મુલતવી રાખવાની પણ કેન્દ્ર સમક્ષ માંગણી કરી છે. આ ઉપરાંત સહકારી તેમજ સરકારી બેંકો ખેડૂતોને તેમના ધિરાણનું કન્વર્ઝન કરી આપે એવી માંગણી પણ કરી છે.

- text