વાંકાનેરના લુણસરિયા ગામે માલગાડી પાટા પરથી ઉતરી જતા રેલવે તંત્રમાં દોડધામ

- text


શુક્રવારે રાત્રે બનેલા બનાવમાં રેલ્વે તંત્રએ તાત્કાલિક કામગીરી હાથ ધરી કન્ટેઇનરની માલગાડીને સાબરમતી રવાના કરી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના લુણસરિયા ગામે ગતરાત્રીના રેલ્વે ટ્રેક પર પડેલ એક ખાલી કન્ટેનર માલગાડીના રેન્કને પાવર એન્જીન લગાવતાં આ માલગાડીના પૈડા પાટા પરથી ઊતરી જતાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઇ હતી. પરંતુ રેલ્વે તંત્રએ તાત્કાલિક ધોરણે કામગીરી ચાલુ કરી ગાડીને પાટા પર ચડાવીને અને માલગાડીને વાંકાનેરના લુણસરિયાથી સાબરમતી બાજુ જવા રવાના કરી હતી.

- text

આ બનાવની રેલવે તંત્ર પાસેથી મળતી વિગતો મુજબ ગતરાત્રે વાંકાનેરના તાલુકાના લુણસરિયા ગામે શુક્રવારની રાત્રે રેલવે ટ્રેક પર ખાલી કન્ટેઇનર ભરેલી માલવાહક ટ્રેન ઉભી હતી. આ માલવાહક ટ્રેનને અમદાવાદ સાબરમતી મોકલવાની હતી. આથી, રેલવે વિભાગ દ્વારા આ માલવાહક ટ્રેનને ચાલુ કરવા માટે આગળના ભાગે પાવર એન્જીન લગાવવામાં આવ્યું હતું. અને પાવર એન્જીન ચાલુ કરતાની સાથે ભારે થડકો.લાગવાથી કન્ટેઇનર માલવાહક ટ્રેનના ત્રણ જેટલા ખાલી રેન્ક રેલવે ટ્રેક ઉપરથી નીચે ઉતરી ગયા હતા. આથી, થોડીવાર માટે અફડાતફડી મચી ગઇ હતી. પરંતુ રેલવે તંત્રએ તાત્કાલિક કામગીરી હાથ ધરીને પાટા પરથી નીચે ઉતરેલા ખાલી રેન્કને તુરત પાટા ઉપર ચડાવીને આ માલવાહક ટ્રેનને સાબરમતી રવાના કરી હતી. આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.

- text