મોરબી જિલ્લામાં પ્રથમ વખત માસ સેમ્પલિંગ : 251ના સેમ્પલ લેવાયા

રાજકોટ ખાતે વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારની મહિલાનો સવારે લેવાયેલ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો

મોરબી : મોરબી જિલ્લામાં પ્રથમ વખત આરોગ્ય વિભાગ દ્વારા કોરોના ટેસ્ટ માટે માસ સેમ્પલિંગ લેવામાં આવ્યું છે. જેના અંતર્ગત આજે સરકારી હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર આજે કુલ 251 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે.

આરોગ્ય વિભાગ દ્વારા આજે અચાનક માસ સેમ્પલિંગની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેમાં કોઈ શંકાસ્પદ લક્ષણો ન હોય તેવા લોકોના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં મોરબી સરકારી હોસ્પિટલ અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર પુલ સેમ્પલિંગ સંદર્ભે 251 સ્ક્રીનીંગ સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમાં મોરબી સિવિલમાં 98 લોકો, હળવદમાં 28, વાંકાનેરમાં 2 અને જેતપર મચ્છુ આરોગ્ય કેન્દ્રમાં 30, માળિયામાં 20, ચરાડવા કેન્દ્રમાં 20, લુણસરમાં 10, ટંકારામાં 20, મોરબી સો-ઓરડી કેન્દ્રમાં 13 તેમજ આયુસ હોસ્પિટલમાં 10 સહિત 251 લોકોના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. આ ઉપરાંત આજે સવારે રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં દાખલ વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારની 38 વર્ષની મહિલામા શંકાસ્પદ લક્ષણો જણાતા તેના સેમ્પલ લેવાયા હતા. જેનો રિપોર્ટ સાંજે નેગેટિવ આવ્યો હતો. જ્યારે આજે લેવાયેલા 251 માસ સેમ્પલિંગનો રિપોર્ટ કાલે આવશે.