પોઝિટિવ દર્દીના સંપર્ક વાળા 14 અને બરવાળાના યુવાન સહિત કુલ 16ના રિપોર્ટ નેગેટિવ

- text


મોરબી : મોરબી જિલ્લામાં ગુરુવારે વાંકાનેરના દર્દીના સંપર્કમાં આવેલ 14 ઉપરાંત શંકાસ્પદ લક્ષણો ધરાવતી અણિયારી ગામની યુવતી અને બરવાળાના યુવાનનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતની શ્વાસ લીધો છે.

મોરબીમાં ગુરુવારે કુલ 16 સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં વાંકાનેરના કોરોનાગ્રસ્ત દર્દીના સંપર્કમાં આવેલા તેમના પરિવારજનો સહિત 14 લોકોના આરોગ્ય તંત્રએ સેમ્પલ લીધા હતા. આ ઉપરાંત મોરબીના અણીયારી ગામની એક 25 વર્ષની યુવતીમાં પણ કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા તેમને મોરબી સિવિલના આઇસોલેશન વોર્ડમાં ખસેડીને સેમ્પલ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત બુધવારે લેવાયેલ બરવાળાના યુવકનું સેમ્પલ રિજેક્ટ થતા તેનું ફરીથી સેમ્પલ લેવામાં આવ્યું હતું. જે તમામના રિપોર્ટ આજે શુક્રવારે જાહેર થયા હતા. અને તમામના રિપોર્ટ કોરોના નેગેટિવ આવતા તંત્રએ રાહતનો દમ લીધો હતો.

- text


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text