હળવદમાં રેતી ચોરીનું કૌભાંડ પકડાયું : આઠની ધરપકડ, રૂ. 58 લાખનો મુદ્દામાલ કબ્જે

- text


 

મયુરનગર ગામે બ્રાહ્મણી નદીમાંથી હોડીમાં એન્જીન ફિટ કરીને હિટાચી અને લોડરની મદદથી થતી રેતી ચોરીનો પર્દાફાશ કરતી એલસીબી

હળવદ : હળવદના મયુરનગર ગામની સીમમાં બ્રાહ્મણી નદીમાંથી હોડીમાં એન્જીન ફિટ કરીને હિટાચી અને લોડરની મદદથી થતી રેતી ચોરી ઉપર એલસીબીએ દરોડો પાડ્યો છે. આ ગેરકાનુની પ્રવૃત્તિ કરતા આઠ શખ્સોને પકડી પાડીને રૂ. 58 લાખનો મુદ્દામાલ પણ કબ્જે લીધો હોવાનું જાણવા મળ્યું છે.

હળવદ તાલુકાના મયુરનગર ગામે બ્રાહ્મણી નદીમાંથી રેતીની ચોરી થતી હોવાની બાતમી મળતા મોરબી એલસીબીએ દરોડો પાડી રણજીતભાઈ મનુભાઈ કવાડિયા, અલીભાઈ સૈફુદીનભાઈ અંસારી, મહેશભાઈ માલાભાઈ કોરડીયા, મુકેશભાઈ દેવદાનભાઈ ડાંગર, ભાનુભાઈ દેવદાનભાઈ ડાંગર, મેરામભાઈ જેસાભાઈ બાલાસરા, મુન્નાભાઈ ધનજીભાઈ ડાભી અને મુકેશભાઈ વિઠલભાઈ શીરોયાને પકડી પાડ્યા હતા.

- text

આ સાથે એલસીબીએ હિટાચી મશીન નંગ-2, ટ્રેકટર ટ્રોલી નંગ-3, ટ્રેકટર લોડર નંગ-1, હોડી એન્જીન નંગ-1 અને 15 ટન રેતી મળી કુલ રૂ. 58,07,500નો મુદ્દામાલ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં એલસીબી પીઆઇ વી.બી. જાડેજા, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ ચૌધરી, વિક્રમસિંહ બોરાણા, ચંદુભાઈ કાણોતરા, જયવંતસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ ભગિરથસિંહ ઝાલા, નિરવભાઈ મકવાણા, ભરતભાઇ મિયાત્રા, આશિફભાઈ ચાણક્યા, દશરથસિંહ પરમાર અને બ્રિજેશભાઈ કાસુંદરા સહિતનો સ્ટાફ રોકાયો હતો.

- text