માથકમાં ચાલતા જુગારધામ પર મોરબી એલસીબી ત્રાટકી, 6 પકડાયા

- text


કાનજી ઉર્ફે કાનો પોતાની વાડીએ જુગાર રમાડતો’તો : ૧.૭૬ લાખની રોકડ સહિત ૧.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે

હળવદ : હળવદ તાલુકાના માથક ગામની ઢોરાવાળી સીમમાં આવેલ વાડીમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે મોરબી જિલ્લા એલસીબી દ્વારા રેડ કરવામાં આવી હતી. જેમાં જુગાર રમતા છ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા. જ્યારે એક શખ્સ નાસી છૂટવામાં સફળ થયો હતો. જેથી, પોલીસ દ્વારા રૂ. ૧,૮૮,૬૦૦નો મુદ્દામાલ લઈ સાત શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

હાલ લોકડાઉનની પરિસ્થિતિ વચ્ચે દેશ આખો કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. ત્યારે અમુક પતાપ્રેમીઓને આવી પરિસ્થિતિ વચ્ચે પણ જુગાર રમવાનો ચસ્કો ઉતરતો નથી. તેઓના આ ચસ્કાને જિલ્લા એલસીબી પોલીસે ભારે પાડી દીધો છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામની ઢોરાવાળી સીમ વિસ્તારમાં કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ બાલાભાઈ સરૈયા પોતાની વાડીની ઓરડીમાં બહારથી લોકો બોલાવી જુગાર રમાડતા હોવાની ચોક્કસ બાતમી મોરબી એલસીબીને મળી હતી. જેથી, એલસીબી પોલીસ દ્વારા વાડીએ દરોડો પાડતાં જુગાર રમતા સાત શખ્સો નજરે પડ્યા હતા. જોકે એક નાસી છૂટવામાં સફળ રહ્યો છે. સાથે છ શખ્સોને ઝડપી લેવાયા હતા. એલસીબી પોલીસ દ્વારા ઘટના સ્થળેથી રોકડ રૂપિયા ૧,૭૬,૬૦૦ તથા ૬ મોબાઈલ કિંમત રૂપિયા ૧૨ હજાર મળી કુલ રૂપિયા ૧,૮૮,૬૦૦ના મુદ્દામાલ સાથે ઝડપાયેલા અને નાસી છુટેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

- text

આ બનાવમાં કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ બલાભાઇ સરૈયા (રહે માથક), અશોકભાઈ નરભેરામ ભાઈ પટેલ (રહે ઘુંટું), જયદીપ ભાઈ મનજીભાઈ કાલરીયા (રહે મહેન્દ્રનગર), ભગવાનજીભાઈ હીરાભાઈ ભરવાડ (રહે જુના જાંબુડીયા), નિલેશભાઈ મંગાભાઈ ભરવાડ (રહે ઘુંટું), રાકેશભાઈ મદનદાસ (રહે લાલપર), અરજણભાઈ તેજાભાઈ ભરવાડ (રહે રાતાભેર) સહિત છ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં મોરબી જિલ્લા એલ.સી.બી પોલીસના ચંદુભાઈ કાણોતરા, દશરથસિંહ પરમાર, ઇશ્વરભાઇ રબારી, યોગેશ દાન ગઢવી, નીરવભાઈ મકવાણા, ચંદ્રકાંતભાઈ વામજા સહિતના જોડાયા હતા.

- text