હળવદની સરા ચોકડીએ ખુલ્લી રહેતી ચા-નાસ્તાની રેકડીઓ ઉપર તવાઈ

- text


પાલિકા તંત્ર અને મામલતદાર દ્વારા લોકડાઉનનું ઉલઘ્ઘન કરનાર ચા-નાસ્તાની રેકડીઓને બંધ કરાવી

હળવદ : મોરબી જિલ્લામાં લોકડાઉન-માં વધુ કેટલીક આંશિક છૂટછાટ વચ્ચે પણ ચા-નાસ્તા અને પાન-માવાના વેચાણ ઉપર પ્રતિબંધ યથાવત રહ્યો છે. આમ છતાં મોરબી જિલ્લાના હળવદની સરા ચોકડીએ અમુક ચા-નાસ્તા રેકડીઓ છેલ્લા કેટલાક સમયથી ખુલ્લી રહેતી હોવાથી પાલિકા તંત્રએ અને મામલતદાર એ આવી રેકડી ધારકો ઉપર તવાઈ ઉતારી હતી અને પાલિકા તંત્રએ લોકડાઉનનું ઉલઘ્ઘન કરનાર ચા-નાસ્તાની રેકડીઓને બંધ કરાવી હતી .

હળવદની સરા ચોકડી પાસે પ્રતિબંધિત ચા-નાસ્તાની રેકડીઓ છેલ્લા કેટલાક દિવસોથી ખુલ્લી રહે છે અને લોકડાઉનમાં પ્રતિબંધ જ ન હોય તેમ ચા-નાસ્તાની રેકડીઓને ખુલ્લી રાખીને ધંધાર્થીઓએ રાબેતા મુજબ જ બેરોકટોક ધંધો ચાલુ કર્યો છે. જેના કારણે હળવદની સરા ચોકડીએ ચા-નાસ્તાની લારીઓમાં ભારે ભીડ ઉમટી પડી હતી. આથી, હળવદની સરા ચોકડીએ ચા-નાસ્તાની લારીઓ ખુલ્લી રાખીને ધંધાર્થીઓ લોકડાઉનનો ભંગ કરતા હોવાનું ધ્યાને આવતા આજે સવારે હળવદ પાલિકા તંત્ર અને મામલતદાર એ કાર્યવાહી કરી હતી અને પાલિકા તંત્રએ લોકડાઉનનું ઉલઘ્ઘન કરનાર ચા-નાસ્તાની રેકડીઓને બંધ કરાવી હતી .

આજ રોજ શહેરના સરા ચોકડી પર ચા નાસ્તાની લારીઓ ખુલ્લી રહેતા પાલિકા તંત્રને મામલતદાર દોડી આવ્યા હતા અને તમામ લારીઓ બંધ કરાવી હતી સાથે જ મામલતદાર દ્વારા પાલિકા તંત્રને સૂચના આપવામાં આવી છે કે ચા નાસ્તાની લારીઓ ખુલ્લી રાખનાર તમામ શખ્સો પર જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવે.

- text

ખાસ કરીને સરા ચોકડી પર ચા નાસ્તાની લારીઓ મોટાભાગની ખુલી રાખતા હતા જોકે પાલિકા તંત્ર અને મામલતદાર તંત્ર દ્વારા આજે આ તમામ લારીઓ બંધ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે. સાથેસાથે પાલિકા તંત્ર દ્વારા પણ આજે ચોકડી પર ડિમોલેશન હાથ ધરવામાં આવનાર હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.

- text