લાયન્સ કલબ ઓફ મોરબી-નઝરબાગ દ્વારા કોરોના જાગૃતિ અભિયાન હાથ ધરાયું

- text


મોરબી : NG0 લાયન્સ કલબની મોરબી શાખા લાયન્સ કલબ ઓફ મોરબી – નઝરબાગ દ્વારા કોરોના વોરિયર્સ માટે સેવાયજ્ઞની સાથેસાથે મોરબીની જનતા માટે પણ જનજાગૃતી અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો દ્વારા કોરોનાથી સાવચેતીની જાણકારી અને સરકાર દ્વારા આપવામાં આવેલા સાવચેતીના પગલાની પણ જાણકારી આવી હતી.

- text

આ કલબ દ્વારા ડિઝિટલ પોસ્ટર ઉપરાંત રોડ પર પણ પેઇન્ટીંગ દ્વારા સંદેશો પાઠવવામાં આવ્યો હતો. ઉપરોકત સેવા કાર્યોની પ્રેરણા ટી.એમ. પંડયા, ચંન્દ્રકાન્તભાઈ દફતરી, ભાણજીભાઈ આદોજા, સિનીયર ચાર્ટડ એકાઉન્ટટ હિંમતભાઈ પંડીત, કે.પી. ભાગીયા જેવા કલબના સિનીયર મેમ્બરો પાસેથી મળતી રહે છે અને આવા અનેક
સેવાકીય કાર્યો કલબ દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન થતા રહે છે. તેમ કલબના પ્રમુખ ડો. રવીન્દ્ર ભટ્ટ અને સેક્રેટરી સમીર ગાંધી જણાવે છે.

- text