ટંકારા : ઉધોગપતિઓના સહયોગથી પોલીસ વાન કેમેરાથી સજ્જ કરાઈ

- text


પોલીસ વાન જોઈ નાસી જતા લોકોને હવે કેમેરાની બાજ નજરથી બચવુ મુશ્કેલ

ટંકારા : કોરોના લોકડાઉન વચ્ચે પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે. જોકે પોલીસના વાહનો જોઇને લોકો નાસી જતા હોય છે. ત્યારે ટંકારા પોલીસના વાહનને કેમેરાથી સજ્જ કરવામાં આવેલ છે. મોરબીના યુવા ઉદ્યોગપતિઓના સહયોગથી મોરબી તેમજ ટંકારા સહીત પાંચ વાહનોમાં કેમેરા લગાવી દેવામાં આવ્યા છે

- text

મોરબીના યુવા ઉદ્યોગપતિ રવિ કોરડીયા (મીલેનીયમ ગ્રુપ), યોગી પટેલ (શિવધારા મિનરલ્સ ગ્રુપ), ગૌરવ કાસુન્દ્રા (sizzle ceramic) તેમજ Levon ceramic & min chem સહિતના ઉદ્યોગપતિઓએ આર્થિક સહયોગ આપીને પોલીસના વાહનોને કેમેરાથી સજ્જ કરી ત્રિશરી આંખ આપી પોલીસ ખાતાને સહાયક બન્યા છે.

- text